શોધખોળ કરો
IND vs WI: ટીમ ઈન્ડિયા ODI સિરીઝ માટે અમદાવાદ પહોંચી, ચહલે ધવન સાથે ફોટો શેર કર્યો
યુઝવેન્દ્ર ચહલે શેર કરી તસવીર
1/5

India vs West Indies ODI Series Ahmedabad: 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થનારી ત્રણ મેચની આંતરરાષ્ટ્રીય ODI સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી ગયા છે. બધા ખેલાડીઓ રવિવાર અને સોમવાર વચ્ચે બાયો બબલમાં પ્રવેશ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, "તેઓ ત્રણ દિવસ માટે આઈસોલેશનમાં રહેશે."
2/5

રોહિત શર્મા આ શ્રેણી દરમિયાન પ્રથમ વખત નિયમિત સુકાની તરીકે ભારતની મર્યાદિત ઓવરોની ટીમમાં પ્રવેશ કરશે. પગના સ્નાયુમાં ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા જઈ શક્યો ન હતો.
Published at : 01 Feb 2022 02:16 PM (IST)
આગળ જુઓ





















