શોધખોળ કરો
ઓવલ ટેસ્ટમાં ફટકારેલી સદીને લઇને રોહિત શર્માએ શું કહ્યું, કઇ રીતે બતાવી સ્પેશ્યલ, જાણો વિગતે

Rohit_Sharma_
1/6

IND vs ENG: ભારતે ઓવલના મેદાનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 157 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે જ ભારતે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી લીડ પણ બનાવી લીધી છે. હવે આગામી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. ખાસ વાત છે કે, ચોથી ટેસ્ટમાં રોહિત શર્માની ભૂમિકા મહત્વની રહી.
2/6

ઓવલ ટેસ્ટમાં રોહિત શર્માએ જબરદસ્ત બેટિંગની પ્રદર્શન કરતા સદી ફટકારીને ઇંગ્લિશ ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી. રોહિતે ટીમની જીતમાં શાનદાર ભૂમિકા નિભાવી અને તેના કારણે તેને પ્લેયર ઓફ ધ એવોર્ડ પણ જાહેર કરાવામાં આવ્યો હતો.
3/6

રોહિતે શાનદાર અને દમદાર રમત દરમિયાન 256 બૉલ રમીને 127 રન સાથે અદભૂત સદી ફટકારી. રોહિત શર્માનુ વિદેશી જમીન પર આ પહેલી ટેસ્ટ સદી છે, એટલે રોહિત માટે આ સ્પેશ્યલ પણ હતી. રોહિતે સદીને ખાસ ગણાવી અને તેના માટે કેટલાક ખાસ શબ્દો પણ કહ્યાં હતા.
4/6

મેચ બાદ રોહિત શર્માએ કહ્યું- હું પાંચમા દિવસે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવવા માંગતો હતો, પરંતુ ઇજા અને થાકના કારણે એ સંભવ ના થઇ શક્યુ. મારી સદી મારા માટે ખાસ હતી કેમકે અમે પહેલી ઇનિંગમાં 100 રનથી પાછળ હતા. આવામાં અમને ખબર હતી કે મેચ જીતવા માટે અમારો મોટો ટારગેટ આપવો પડશે. આ જ કારણે અમે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી.
5/6

રોહિતે કહ્યું- આ વિદેશી પ્રવાસમાં મારી પહેલી સદી છે, તો બને છે કે આ મારા માટે બેસ્ટ જ હશે. મારા મગજમાં સેન્ચૂરીને લઇને કોઇ જ ખ્યાલ ન હતો, અમારા પર ઘણુ બધુ દબાણ પણ હતુ, મે મારી રમત પર એકાગ્રતા રાખી અને પરિસ્થિતિ પ્રમાણે રમતને આગળ વધારી.
6/6

રોહિત શર્મા
Published at : 07 Sep 2021 10:43 AM (IST)
આગળ જુઓ
Advertisement