શોધખોળ કરો
CSKના સુપરસ્ટાર શિવમ દુબેએ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે કર્યા છે લગ્ન , જાણો તેઓની લવસ્ટોરી

ફોટોઃ ટ્વિટર
1/6

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો બેટ્સમેન શિવમ દુબે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેગ્લોર સામે શિવમ દુબેએ 46 બોલમાં અણનમ 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આક્રમક બેટિંગ બાદ શિવમ દુબે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ થયો હતો. આવો જાણીએ શિવમ દુવેની લવ સ્ટોરી વિશે. (ફોટોઃ આઇપીએલ)
2/6

શિવમ દુબેએ જુલાઈ 2021 માં તેની ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા. શિવમ દુબે અને અંજુમના લગ્ન મુંબઈમાં થયા હતા.
3/6

શિવમ અને અંજુમના લગ્ન હિન્દુ-મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ થયા હતા. એક તસવીરમાં શિવમ દુબે અને અંજુમ માળા પહેરેલા જોવા મળ્યા હતા.
4/6

શિવમ દુબે અને તેની પત્ની બે અલગ-અલગ ધર્મના છે. બંનેના લગ્ન પછી આ વાત કેટલાક લોકોના ધ્યાનમાં આવી હતી જેના કારણે તેઓને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરાયા હતા.
5/6

શિવમ દુબેની પત્ની અંજુમ ખાન ઉત્તર પ્રદેશની છે અને તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માંથી ફાઇન આર્ટ્સમાં સ્નાતક કર્યું છે. અંજુમ ખાનને એક્ટિંગ અને મોડલિંગમાં ખૂબ જ રસ છે. હિન્દી સિરિયલો સિવાય તેણે મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.
6/6

શિવમ દુબે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેણે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. શિવમ દુબેએ ભારત માટે અત્યાર સુધીમાં 13 T20 અને એક ODI રમી છે.
Published at : 13 Apr 2022 05:11 PM (IST)
આગળ જુઓ
Advertisement