શોધખોળ કરો
IPLના બીજા તબક્કા માટે સિક્સર મારવા અંગે બનાવાયો આ નિયમ ? જાણો કોને થશે ફાયદો ?

IPL_Six_
1/8

નવી દિલ્હીઃ કોરોનાના કેરના કારણે ભારતમાં રમાઇ રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટને બીસીસીઆઇએ સસ્પેન્ડ કરી દીધી હતી. હવે આ અધવચ્ચેથી પડતી મુકાયેલી આઇપીએલની મેચોની ફરીથી યુએઇમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ માટે બીસીસીઆઇ ખાસ ગાઇડલાઇન્સ અને કડક બાયૉબબલનુ નિર્માણ કર્યુ છે. આ બાયૉ બબલમાં એક બૉલને લગતો ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં સિક્સ માર્યા બાદ બૉલને બદલી નાંખવામાં આવશે.
2/8

બીસીસીઆઇએ UAEમાં આયોજિત IPLના બીજા ભાગ માટે 46 પાનાની એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં નવા નિયમો સહિત સિક્સ મારવા પર બોલ બદલવાનો ઉલ્લેખ કરાયો છે.
3/8

બીસીસીઆઇએ નવી ગાઇડલાઇન્સમાં જણાવ્યુ છે કે જ્યારે બેટ્સમેને બૉલને સિક્સર ફટકારીને સ્ટેડિયમની બહાર જાય ત્યારે બૉલને બદલી દેવામાં આવશે, આ નિયમનો ફાયદો ખાસ કરીને ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સથી લઇને રોહિત શર્મા જેવા આક્રમક બેટ્સમેનને થશે, અને આનો ગેરલાભ બૉલરોને થઇ શકે છે કેમ કે વારંવાર બૉલ બદલવાથી તેમની રિધમ તુટી શકે છે.
4/8

આ નિયમથી આઇપીએલમાં ફોર્થ અમ્પાયરનું કામ જરૂર વધી જશે. બીસીસીઆઇ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માગતું નથી, તેથી જ એણે 46 પાનાની હેલ્થ એડવાઈઝરી બહાર પાડીને એક સુરક્ષિત બાયોબબલનું વાતાવરણ ઊભું કરવાના પ્લાનિંગ હાથ ધર્યા છે.
5/8

નવા નિયમ પ્રમાણે, જો કોઇ બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં. BCCIએ હેલ્થ એડવાઇઝરીમાં ઉલ્લેખ કર્યો છે કે બોલ સ્ટેન્ડ્સમાં જશે ત્યાર પછી ફોર્થ અમ્પાયર એ બોલને પોતાની પાસે રાખી લેશે અને નવા બોલ દ્વારા ગેમ શરૂ કરાશે.
6/8

બીજી બાજુ ફોર્થ અમ્પાયર સ્ટેન્ડ્સમાં પહોંચેલા બોલને સેનિટાઈઝ કરીને ફરીથી વપરાશ થઈ શકે એના માટે 'બોલ લાઇબ્રેરી'માં મૂકી દેશે.
7/8

બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં
8/8

બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં
Published at : 11 Aug 2021 10:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
