શોધખોળ કરો
પરિવાર સાથે માલદીવમાં વેકેશન માણી રહ્યો છે Rohit Sharma, પત્ની સાથેની તસવીર શેર કરી

પત્ની સાથે રોહિત શર્મા
1/5

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાંથી બહાર થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પરિવાર સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યો છે. આ વખતે મુંબઈની ટીમ સૌથી ખરાબ પ્રદર્શન સાથે 10માં નંબર પર હતી.
2/5

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં તે પત્ની રિતિકા સાથે રોમેન્ટિક પોઝ આપતો જોવા મળી રહ્યો છે. અન્ય એક તસવીરમાં રોહિત શર્મા તેની પુત્રી અદારા શર્મા સાથે સમુદ્ર પાસે બેઠો જોવા મળે છે.
3/5

આ સિવાય રોહિત શર્માએ તે રિસોર્ટની તસવીરો પણ શેર કરી છે જ્યાં તે રોકાયો છે. રિતિકાએ તેના ટૂરના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
4/5

રોહિત શર્માએ IPL બાદ થોડા દિવસનો બ્રેક લીધો છે. તે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝનો ભાગ નહીં હોય. રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જો કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વાપસી કરશે.
5/5

જો આઈપીએલ 2022માં રોહિત શર્માના પ્રદર્શનની વાત કરીએ તો આ વખતે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. રોહિત શર્મા 14 મેચમાં માત્ર 268 રન જ બનાવી શક્યો હતો, તેની એવરેજ 20થી ઓછી હતી.IPLના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે રોહિત શર્માએ IPLની કોઈ એક સિઝનમાં અડધી સદી ફટકારી નથી. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14 મેચમાં માત્ર 4 મેચ જીતી શકી અને 10 મેચ હારી ગઈ. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)
Published at : 29 May 2022 11:39 AM (IST)
આગળ જુઓ
Advertisement