શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાએ જમાવ્યો ટી20 વર્લ્ડકપ પર કબજો, પહેલીવાર ટાઇટલ જીત્યા બાદના જશ્નની શાનદાર તસવીરો વાયરલ, જુઓ..........

Australia_T20_Win
1/14

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ રવિવારે ઇતિહાસ રચી દીધો, તેને ન્યૂઝીલેન્ડને દુબઇમાં રમાયેલા ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં (T20 World Cup-2021) 8 વિકેટથી હાર આપી દીધી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા આ ટી20 ફોર્મેટમાં પહેલીવાર ચેમ્પિયન બની ગયુ.
2/14

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જીત બાદ જબરદસ્ત રીતે જશ્ન મનાવ્યો, ખેલાડીઓના જશ્નનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જે ખુબ વિચિત્ર રીતે સેલિબ્રેશનનો છે.
3/14

આઇસીસીએ એક વીડિયો સોમવારે શેર કર્યો છે, જેમાં મેથ્યૂ વેડ (Matthew Wade) અને માર્કસ સ્ટૉઇનિસને (Marcus Stoinis) પોતાના જૂતામાં બિયર નાંખીને પીતા જોઇ શકાય છે.
4/14

દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાઇ, ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જોકે બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર બેટિંગ કરીને આ લક્ષ્યને 18.5 ઓવરમાં જ હાંસલ કરી દીધો હતો.
5/14

ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિશેલ માર્શ 50 બૉલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની બેસ્ટ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ ઉપરાંત ડેવિડ વૉર્નરે પણ 38 બૉલમાં 55 રનની શરૂઆતી ઇનિંગ રમી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની જીત થઇ અને ટી20 ફોર્મેટમાં કાંગારુ ટીમ પ્રથમ વાર ચેમ્પિયન બની હતી.
6/14

ટી20 ફોર્મેટમાં આ પહેલા ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ ચેમ્પિયન બની ચૂક્યુ છે, વર્ષ 2021માં પ્રથમવાર ટી20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાએ ખિતાબ પોતાન નામે કર્યો છે. જોકે, બીજીબાજુ સળંગ આઇસીસી ટૂર્નામેન્ટમાં ફાઇનલ રમનારી ન્યૂઝીલેન્ડની ટીમને ફરી એકવાર નિરાશા હાથ લાગી છે.
7/14

કાંગારુઓ આ વખતે ક્રિકેટ વર્લ્ડકપમાં ઇતિહાસમાં પહેલીવાર ડબલ જર્સી સાથે મેદાનમાં ઉતર્યા હતા. જર્સી બદલવાની અંધશ્રદ્ધાના કારણે ઓસ્ટ્રેલિયા ખિતાબ જીતી ગઇ હોવાનુ સામે આવ્યુ છે.
8/14

મેચ બાદ મેન ઓફ ધ મેચનો ઓવર્ડ મિશેલ માર્શ અને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ ધાકડ બેટ્સમેન ડેવિડ વોર્નરને આપવામાં આવ્યો હતો.
9/14

ફાઇનલ બાદ જ્યારે ડેવિડ વોર્નરને પ્લેય ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો તો પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ગુસ્સામાં આવી ગયો હતો અને તેને સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની ભડાશ કાઢી હતી.
10/14

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના જીતના જશ્નની તસવીર
11/14

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના જીતના જશ્નની તસવીર
12/14

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના જીતના જશ્નની તસવીર
13/14

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના જીતના જશ્નની તસવીર
14/14

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના જીતના જશ્નની તસવીર
Published at : 15 Nov 2021 02:53 PM (IST)
Tags :
Australian Team Shoaib Akhtar Babar Azam Kane Williamson T20 WORLD CUP Australian Players Australian Beer Celebration Australian Shoes T20 World Cup 2021 Won Australian Team Dressing Aus Vs Nz Final Australia Team Jersey Lucky Jersey T20 World Cup 2021 Jersey Man Of The Tournament Award Australia Winning Pictures Australia Wins Icc Title T20 World Cup Title Australia Against New Zealandવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
