શોધખોળ કરો
WWEના દિગ્ગજ રેસલર 'ત્રિપલ એચ'ની તબિયત લથડી, હાર્ટ એટેક આવ્યા બાદ કરાયો હતો હૉસ્પીટલમાં દાખલ, જાણો વિગતે

Triple_H
1/8

નવી દિલ્હીઃ WWE ફેન્સ માટે બહુજ ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ રેસલર ત્રિપલ એચ (Triple H)ની તબિયત લથડી છે. ત્રિપલ એચ કાર્ડિક ઇવેન્ટ (હ્રદય રૉગ) સામે ઝઝૂમી રહ્યો છે, અને આ આ કારણે તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામા આવ્યો છે. WWEએ ત્રિપલ એચ તબિયતને લઇને પોતાના ઓફિશિયલ ટ્વીટર અને વેબસાઇટ પર જાણકારી આપી છે.
2/8

આ સમાચાર સાંભલીને જરૂર ત્રિપલ એચના ફેન્સ દુઃખી થશે. 14 વારનો વર્લ્ડ ચેમ્પિયન ત્રિપલ એચ હાલ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, પરંતુ સારી વાત છે કે તે જલદી રિક્વર કરી રહ્યો છે.
3/8

WWE દિગ્ગજ ત્રિપલ એચે કંપનીમાં બહુજ મોટુ નામ કમાવ્યુ - WWEમાં ત્રિપલ એચની પાસે હાલના સમયમાં બહુજ મોટી જવાબદારી છે. તે કંપનીનો COO છે. ત્રિપલ એચ હવે રિંગમાં બહુ ઓછો દેખાય છે, કેમ કે બેકસ્ટેજ તેની પાસે બહુજ કામ છે.
4/8

WWE ટીવી પર હંમેશા ત્રિપલ એચનો જલવો રહ્યો છે. NXTની પણ જવાબદારી ત્રિપલ એચની પાસે છે. છેલ્લા કેટલાક વર્ષોથી NXT બ્રાન્ડને ઉંચી લઇ જવામાં ત્રિપલ એચનો મોટો હાથ રહ્યો છે.
5/8

ત્રિપલ એચને લઇને આ સમાચાર સામે આવ્યા બાદ જરૂર બેકસ્ટેજ રેસલર ચિંતામાં પડી ગયા હશે. તમામ લોકો તેના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યાં છે.
6/8

ખાસ વાત છે કે વિન્સ મેકમેહન બાદ WWEની પુરેપુરી જવાબદારી ત્રિપલ એચની પાસે આવશે. અત્યારે ત્રિપલ એચ કંપની માટે દિવસ રાત મહેનત કરી રહ્યો છે. બેકસ્ટેજમાં બિઝી રહેવાના કારણે જ હવે તે રિંગમાં નથી આવી શકતો.
7/8

દિગ્ગજ રેસલર ત્રિપલ એચ (Triple H)
8/8

દિગ્ગજ રેસલર ત્રિપલ એચ (Triple H)
Published at : 09 Sep 2021 12:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
