શોધખોળ કરો
5G Smartphones: આ છે 25,000 રૂપિયાથી ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ ધરાવતા સ્માર્ટફોન, જુઓ યાદી
5G સ્માર્ટફોન જો તમે 25000 રૂપિયાના બજેટમાં નવો 5G સ્માર્ટફોન લેવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આજે અમે તમને આ રેન્જમાં આવનારા 5 સારા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પ્રતિકાત્મક તસવીર
1/5

Redmi K50i 5G: આ ફોનમાં Mediatek Dimensity 8100 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 6.6 ઇંચની સ્ક્રીનવાળા ફોનમાં ફુલ HD+ ડિસ્પ્લે અને ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 64 MPનો મુખ્ય પાછળનો કેમેરો, 8 MPનો બીજો અલ્ટ્રા વાઈડ અને 2 MPનો મેક્રો ત્રીજો કેમેરો છે. તેમાં 16 MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 5080 mAhની બેટરી છે. ફોનના 6 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મોડલની કિંમત 23,999 રૂપિયા છે.
2/5

Samsung Galaxy M53 5G: આ સેમસંગ ફોનમાં Exynos 1280 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે, 120 HZ રિફ્રેશ રેટ અને ક્વાડ કેમેરા સેટઅપ સાથે 6.7-ઇંચની સ્ક્રીન છે. તેમાં 108 MPનો મુખ્ય પાછળનો કેમેરો, 8 MPનો બીજો, 2 MP ત્રીજો અને 2 MPનો ચોથો કેમેરો છે. આ સિવાય 32 MPનો ફ્રન્ટ કેમેરો છે. તેમાં 5,000 mAhની બેટરી છે. ફોનના 6 જીબી રેમ મોડલની કિંમત 21,999 રૂપિયા અને 8 જીબી રેમ મોડલની કિંમત 23,999 રૂપિયા છે.
Published at : 01 Nov 2022 07:07 AM (IST)
આગળ જુઓ





















