શોધખોળ કરો
અમેઝોન સેલઃ કયા સ્માર્ટફોનને સસ્તામાં ખરીદવાનો મળી રહ્યો છે બેસ્ટ મોકો, જાણો ઓફર વિશે.....

Samsung_Galaxy_M12_01
1/6

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ કંપની અમેઝોન પર હાલમાં સેલનો સિલસિલો શરૂ થઇ ગયો છે. અમેઝોન અત્યારે ક્લિયરન્સ સેલ અંતર્ગત ઘણીબધી પ્રૉડક્ટ્સને સસ્તી કિંમતે સેલ કરી રહી છે. જો તમે એક સારો સેમસંગ ફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે સેમસંગ Galaxy M12 બેસ્ટ ઓપ્શન છે. આ ફોનની ખરીદી પર અહીં 1000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફરનો લાભ ઇ-કોમર્સ વેબસાઇટ કૂપન મારફતે લઇ શકાશે. તાજેતરમાંજ લૉન્ચ થયેલા આ બજેટ ફોનમાં 48MP ક્વાડ રિયર કેમેરા, 6000mAh બેટરી, 90Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે મળશે.
2/6

સેમસંગ ગેલેક્સી M12 ફોન 4GB RAM + 64GB અને 6GB RAM + 128GBમાં આવે છે. આના બેઝ વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે. વળી Galaxy M12ના હાઇ એન્ડ વેરિએન્ટની કિંમત 13,499 રૂપિયા છે.
3/6

Galaxy M12 પર ઓફર મળવાની વાત કરીએ તો Amazon પર ફોનની ખરીદી પર 1000 રૂપિયાની કૂપન આપી રહ્યુ છે. આ કૂપન બન્ને વેરિએન્ટ માટે છે. આ ઉપરાંત IndusInd બેન્કના કાર્ડથી આ ફોન ખરીદવા પર 10 ટકાનુ વધારાનુ ડિસ્કાઉન્ટ મળશે.
4/6

Galaxy M12ની વાત કરીએ તો આ ફોન Infinity-V ડિસ્પ્લેની સાથે આવે છે. આમાં 6.5 ઇંચની ડિસ્પ્લે મળે છે.
5/6

આ ફોન Exynos 850 ઓક્ટાકૉર પ્રૉસેસર પર કામ કરે છે. ફોનમાં 128GB સુધીનું ઇન્ટરનલ સ્ટૉરેજ મળે છે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 6000mAhની દમદાર બેટરી અને USB Type C ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ મળે છે.
6/6

Galaxy M12ની બેકમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનનો પ્રાઇમરી કેમેરો 48MPનો છે. આ ઉપરાંત ફોનમાં 5MPનો અલ્ટ્રા વાઇડ સેન્સર, 2MPનુ ડેપ્થ અને 2MPનુ મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
Published at : 13 Apr 2021 10:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
