શોધખોળ કરો
Chandrayaan-3: ISROએ નવા મૂન મિશનણી તસવીરો કરી શેર, જુઓ 'ચંદ્રયાન-3'ના ફોટા
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' તેની ઉડાન માટે તૈયાર થઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) મિશન સંબંધિત જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહ્યું છે.

Chandrayaan-3
1/6

ઈસરોએ ચંદ્રયાન-3 મિશનની નવી તસવીરો જાહેર કરી છે. આ તસવીરોમાં 'ચંદ્રયાન-3'ના તમામ જરૂરી ઉપકરણો જોઈ શકાશે. ચાલો આ તસવીરો જોઈએ અને સમજીએ કે ભારતનું 'ચંદ્રયાન-3' મિશન શું છે, જે આવતા મહિને લોન્ચ થવાનું છે.
2/6

ચંદ્રયાન-3 મિશન વિશે જાણવા માટે ચંદ્રયાન-2 મિશનને સમજવું પડશે. સપ્ટેમ્બર 2019માં ચંદ્રયાન-2 મિશન દરમિયાન ISROનું લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. જેના કારણે ચંદ્ર પર વાહન ઉતારવાનો ભારતનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
3/6

આ વખતે ચંદ્રયાન-3ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. તેનો હેતુ ચંદ્ર પર સુરક્ષિત ઉતરાણ સહિતની સપાટી પર ચાલવાની ક્ષમતાઓ દર્શાવવાનો છે.
4/6

ચંદ્રયાન-3 મિશન અંગે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વખતે મિશનમાં વધારાના સેન્સર ઉમેરવામાં આવ્યા છે. ઝડપ માપવા માટે ચંદ્રયાન-3માં 'લેસર ડોપ્લર વેલોસિમીટર' સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
5/6

ISROના વડાના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશનને પહેલા કરતાં વધુ બળતણ ક્ષમતા અને મજબૂત લેન્ડિંગ પગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
6/6

મિશનની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. એસ સોમનાથે કહ્યું કે મિશનને લગતી અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. મિશન લોન્ચ માટે LVM-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Published at : 30 Jun 2023 02:52 PM (IST)
આગળ જુઓ
Advertisement