શોધખોળ કરો
આ પાંચ ફોન છે દેશના સૌથી સસ્તાં સ્માર્ટફોન, 10,000 રૂપિયાની અંદર મળે છે લેટેસ્ટ ફિચર્સ, જાણો વિગતે
10,000__02
1/4

નવી દિલ્હીઃ જો તમે અત્યારે સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો અને તમારુ બજેટ ઓછુ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટમાં કેટલીય કંપનીઓના એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેની કિંમત તમારા બજેટમાં ફિટ બેસી શકે છે, સાથે સાથે લેટેસ્ટ ફિચર્સ પણ મળશે. આજે અમે તમને કેટલાક ખાસ એવા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 10,000 રૂપિયાથી પણ ઓછી છે.
2/4

Redmi 9i- રેડમીનો આ ફોન તમને લગભગ 8,000 રૂપિયામાં મળી રહ્યો છે. બજેટ સ્માર્ટફોન કેટેગરીમાં આ ફોનને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.53 ઇંચની મોટી ડિસ્પ્લેની સાથે 4GB રેમ અને 64GB સ્ટૉરેજ મળી રહ્યું છે. ફોનમાં 13 MPનો રિયર કેમેરા સેટઅપ છે, અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આમાં 5000 mAhની બેટરી મળી રહી છે.
Published at : 16 Apr 2021 10:34 AM (IST)
આગળ જુઓ




















