શોધખોળ કરો
સાયબર ફ્રોડના કિસ્સામાં અહીં ફરિયાદ કરો! તમને તરત જ મળી જશે પૂરા પૈસા, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઈન્ટરનેટ બેન્કિંગનું ચલણ ખૂબ જ વધી ગયું છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે.
જો તમે ક્યારેય સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવ તો ગભરાવાની જરૂર નથી. સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણા પગલાં લીધાં છે. યોગ્ય સમયે ફરિયાદ નોંધાવવાથી તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જાય છે.
1/7

હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરો: જો તમારા બેંક ખાતામાંથી કોઈ કપટથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય અથવા કોઈ અનધિકૃત વ્યવહાર થયો હોય, તો તરત જ 1930 નંબર પર કૉલ કરો. આ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન છે, જે 24x7 સેવા આપે છે.
2/7

બેંક અથવા ઈ-વોલેટનો સંપર્ક કરો: જે બેંક અથવા ઈ-વોલેટ દ્વારા ટ્રાન્ઝેક્શન થયું છે તેનો તાત્કાલિક સંપર્ક કરો. ટ્રાન્ઝેક્શન બ્લોક કરવા અને છેતરપિંડીની જાણ કરવા માટે આ પહેલું પગલું છે.
Published at : 13 Jan 2025 08:45 PM (IST)
આગળ જુઓ





















