શોધખોળ કરો
ફોન હેક થયો છે કે ફક્ત બેટરી ડ્રેન? આ સીક્રેટ નંબર ડાયલ કરતા જ ખુલી જશે સમગ્ર રાજ, જાણો પ્રોસેસ?
આજના યુગમાં મોબાઇલ ફોન હવે ફક્ત સંદેશાવ્યવહારનું સાધન નથી. આપણું આખું ડિજિટલ વિશ્વ તેમાં સમાયેલું છે. ફોટા, બેન્ક વિગતો, પર્સનલ ચેટ્સ અને દસ્તાવેજો બધું જ આપણા ફોનમાં સેવ રહે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આજના યુગમાં મોબાઇલ ફોન હવે ફક્ત સંદેશાવ્યવહારનું સાધન નથી. આપણું આખું ડિજિટલ વિશ્વ તેમાં સમાયેલું છે. ફોટા, બેન્ક વિગતો, પર્સનલ ચેટ્સ અને દસ્તાવેજો બધું જ આપણા ફોનમાં સેવ રહે છે. જો તમારો ફોન હેક થાય છે તો તમારી પ્રાઈવેસી જોખમમાં છે. કેટલીકવાર આપણને ખ્યાલ પણ નથી હોતો કે કોઈ બીજાએ તેના પર નિયંત્રણ મેળવી લીધું છે. જો કે, કેટલાક સંકેતો છે જે તમને નક્કી કરવામાં મદદ કરી શકે છે કે તમારો ફોન હેક થયો છે કે નહીં અને તમે ચોક્કસ નંબર ડાયલ કરીને આની પુષ્ટી કરી શકો છો.
2/7

જો તમે જોશો કે તમારા ફોનની બેટરી પહેલા કરતા વધુ ઝડપથી ખતમ થઈ રહી છે, તો આ સામાન્ય નથી. સ્પાયવેર એપ્લિકેશન તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલી રહી હોઈ શકે છે, જે તમારી માહિતી અજાણ્યા સર્વરને મોકલી રહી છે. આ બેટરી અને ડેટા યુઝર્સમાં વધારો કરે છે. કઈ એપ્લિકેશનો સૌથી વધુ બેટરીનો ઉપયોગ કરી રહી છે તે જોવા માટે તમારા ફોનની સેટિંગ્સ તપાસો. જો ટોચ પર કોઈ અજાણી એપ્લિકેશન દેખાય છે તો સાવચેત રહો.
Published at : 13 Oct 2025 09:42 AM (IST)
આગળ જુઓ
Advertisement





















