શોધખોળ કરો
Photos: માર્કેટમાં આવી રહ્યો છે Vivo V29e ફોન, આજે બપોરે થશે લૉન્ચ, આટલી હોઇ શકે છે કિંમત...
લૉન્ચ પહેલા સ્માર્ટફોનની તમામ ડિટેલ્સ સામે આવી છે. આ ફોનમાં 5000 mAh બેટરી અને 50MP સેલ્ફી કેમેરા મળી શકે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Vivo V29e Launch Photos: સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો આજે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે, આજે બપોરે 12 વાગ્યે વીવો કંપની ભારતમાં પોતાનો મિડ રેન્જ સ્માર્ટફોન લૉન્ચ કરશે. લૉન્ચ પહેલા સ્માર્ટફોનની તમામ ડિટેલ્સ સામે આવી છે. આ ફોનમાં 5000 mAh બેટરી અને 50MP સેલ્ફી કેમેરા મળી શકે છે.
2/6

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર Vivo આજે Vivo V29e સ્માર્ટફોન લૉન્ચ કરશે. તમે ફ્લિપકાર્ટ દ્વારા મોબાઈલ ફોન ખરીદી શકશો. લૉન્ચિંગ પહેલા ફોનની તસવીરો અને વિગતો ઇન્ટરનેટ પર સામે આવી છે.
3/6

કંપની આ સ્માર્ટફોનને 2 વેરિએન્ટમાં લૉન્ચ કરી શકે છે, જેમાંથી એક 8/128GB અને બીજો 8/256GB હોઈ શકે છે. ફોનની કિંમત 26,999 રૂપિયા અને 28,999 રૂપિયા હોઈ શકે છે.
4/6

Vivo V29e ને 120hz ના રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચ વક્ર AMOLED ડિસ્પ્લે મળશે. ફોનમાં 44 W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી મળી શકે છે. ફોનમાં Snapdragon 695 SoCનો સપોર્ટ મળી શકે છે.
5/6

ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ અવેલેબલ હશે, જેમાં 64MP OIS કેમેરા અને 8MP અલ્ટ્રા વાઈડ કેમેરા હશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 50MP કેમેરા ફ્રન્ટમાં ઉપલબ્ધ હશે.
6/6

Vivo ઉપરાંત આજે Jio પોતાનો 5G ફોન પણ માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. તે Qualcomm Snapdragon 480+ પ્રૉસેસર, Android 13, 90hz સાથે 6.5-inch HD Plus LCD ડિસ્પ્લે, 18W ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી અને ડ્યૂઅલ કેમેરા સેટઅપ મેળવી શકે છે. Jio ફોનમાં 13MP ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ અને ફ્રન્ટમાં 8MP કેમેરા છે.
Published at : 28 Aug 2023 11:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
