મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત હંમેશા વિવાદોમાં રહે છે. હાલ તે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઇ પર આધારિત તેની આગામી ફિલ્મ 'મણિકર્ણિકાના શૂટિંગમાં વ્યસ્ત છે. મણિકર્ણિકાના સેટ પર કંગના રનૌત અને સોનૂ સૂદ વચ્ચે બોલાચાલી થતાં તેણે ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં સોનૂ સૂદ મરાઠા સેનાના કમાન્ડર સદાશિવની ભૂમિકા નિભાવી રહ્યો હતો.
2/3
કંગનાએ જણાવ્યું હતું કે, હું અને સોનૂ તો છેલ્લા એક વરસ દરમિયાન મળ્યા જ નથી. તેણે જે તારીખો શૂટિંગ માટે આપી હતી તે દિવસોમાં સેટ પર આવ્યો નથી. પેચવર્કની વાત આવી ત્યારે તેણે મળવાનો ઇનકાર કર્યો હતો. તે કદાચ એક મહિલા દિગ્દર્શનવાળી ફિલ્મમાં કામ કરવા માંગતો નહોતો.
3/3
જાણકારી મુજબ, કંગના સોનૂના પાત્રમાં કાપકૂપ કરવા ઇચ્છતી હતી. પરિણામે બન્ને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઇ હતી. અંતે સોનૂએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હતો.