શોધખોળ કરો
લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે 7 કમિટીની કરી જાહેરાત, કયા નેતાને કયું સ્થાન મળ્યું, જાણો વિગત

1/8

ગાંધીનગરઃ કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની કવાયત તેજ કરતાં રાજ્યમાં જૂદી જૂદી સાત મહત્વની કમિટીઓની જાહેરાત કરી છે. આ કમિટીઓમાં કોંગ્રેસના ટોચના નેતાઓને સ્થાન અપાયું છે. આ પૈકીની સૌથી મહત્વની ગણાતી કેમ્પેઇન કમિટીના ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલની અને કન્વીનર તરીકે અલ્પેશ ઠાકોરની નિમણૂક કરાઈ છે.
2/8

ચૂંટણી ઢંઢેરા કમિટીમાં ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર તરીકે મનીષ દોષી અને 22 નેતાઓના નામ સામેલ છે.
3/8

ચૂંટણી વહિવટી કમિટીમાં ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવ સાથે 9 નેતાઓને સ્થાન અપાયું છે.
4/8

મીડિયા કોઓર્ડિનેશન કમિટી ચેરમેન પદે નરેશ રાવલ અને કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિક સાથે 15 કાર્યકરોના નામ સામેલ છે.
5/8

પ્રસાર કમિટીમાં ચેરમેન પદે તુષાર ચૌધરી અને કન્વીનર તરીકે રોહન ગુપ્તા સાથે અન્ય 27 નેતાઓને સ્થાન મળ્યું છે.
6/8

પ્રચાર કમિટીમાં ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર તરીકે અલ્પેશ ઠાકોર સાથે અન્ય 43 નેતાઓને સ્થાન અપાયું છે.
7/8

લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, પરેશ ધાનાણી સહિત 28 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
8/8

કોઓર્ડિનેશન કમિટીમાં રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને પ્રદેશના તમામ મોટા નેતાઓને સ્થાન મળ્યું છે જેમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત 36 નેતાઓના નામ સામેલ છે.
Published at : 06 Feb 2019 08:17 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
ક્રિકેટ
Advertisement