શોધખોળ કરો
Cyclone Amphan બાદ મદદ માટે લોકોની વચ્ચે પહોંચ્યા સાંસદ નુસરત જહાં, જુઓ તસવીરો
1/6

કોલકાતા: કોરોના વાયરસની મહામારી સાથે Amphan વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં તબાહી માચવી છે. ત્યારે એભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં પોતાના મત વિસ્તારની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
2/6

આ દરમિયાન નુસરતે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકો સાથે વાતચીત કરી હતી અને તે વિસ્તારની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ શેર કરી છે.
3/6

નુસરતે અહીં રાહત સામગ્રી અને ખાવા પીવાનું સામાન પણ લોકો માટે ઉપલબ્ધ કરાવ્યું.
4/6

વધુમાં તેમણે લખ્યું કે, કોરોના વાયરસથી બચવા માટે આ કુદરતી આફત સામે લડવા માટે આપણે જરૂરી સાવધાની રાખવી જરૂરત છે. આપણે તેના પર કાબુ મેળવીશું.
5/6

નુસરતે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને લખ્યું કે, ‘મેં મત વિસ્તાર બશીરહાટના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, લોકો સાથે મળી અને તેઓને Minakhan અને Haroa શેલ્ટર હોમ પહોંચાડ્યા, તેમાં અમે બધા સાથે છીએ. ’
6/6

જણાવી દઈએ કે, નુસરત જહાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે. નુસરત પોતાના ગ્લેમરસ અંદાજને લઈને પણ ચર્ચામાં રહે છે.
Published at : 23 May 2020 05:58 PM (IST)
View More





















