ગુજરાતનાં લોકનૃત્યમાં રાસનાં ઘણાં સ્વરૂપ છે જેમાંનો એક રાસ છે ‘મણિયારો’ રાસ, કે જે ખાસ કરીને પોરબંદર જીલ્લામાં રમવામાં આવે છે અને દેશ-વિદેશમાં કે પછી દેશનાં રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે. રાસમાં પુરુષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોત-પોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે.
7/9
ચોપાટી મેદાનમાં દર વર્ષે મહેર સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તેઓ નાની બાળાઓને પોતાના સમાજની પરંપરા શીખવે છે. હાલ સોશિયલ મીડિયામાં આ ગરબાનો એક વીડિયો પણ વાઈરલ થયો છે.
8/9
રવિવારે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મહેર સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની હજારો મહિલાઓએ પહેરેલા સોનાનાં ઘરેણાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાંથી નાના બાળકીથી લઈને મોટી ઉંમરની મહિલાઓ ગરબામાં ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
9/9
પોરબંદરઃ હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. મહિલાઓ સોળે શણગાર સજીના માતાની આરાધના કરે છે. ત્યારે પોરબંદરના મહેર સમાજની મહિલાઓ પરંપરાગત પરવેશે ગરબે રમે છે. જેની ખાસીયત હોય છે કે, અહીં મહિલાઓ કરોડોના ઘરેણાં પહેરીને ગરબા રમે છે.