પરિણીતાએ ખાનપુર મેરેજ રજીસ્ટરની કચેરીમાં તપાસ કરતા પતિ અને તેની બહેને લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પરિણીતાએ પતિ, સસરા, સાસુ, નણંદ અને બહેન સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
2/8
અમદાવાદના વાડજ વિસ્તારમાં બનેલા એક વિચિત્ર બનાવમાં પરણિતાએ દહેજ માટે ત્રાસ આપતાં સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે એટલું જ નહીં પતિએ પરણિતાની બહેન સાથે લગ્ન પણ કરી લીધા હતા તેવું જાણવા મળ્યું હતું. આથી પોતાની બહેન વિરુદ્ધ પણ ગુનો નોંધાવ્યો છે. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
3/8
ત્યાર બાદ પતિએ પરિણીતાના ઘરે જઈને છ લાખની માંગણી કરીને ઝઘડો કર્યો હતો. પરિણીતાના ભાઈએ પૈસાની વ્યવસ્થા થઈ નથી એમ કહેતા પતિએ પરિણીતાને ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે પરિણીતાના ભાઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસને બોલાવી હતી. જોકે તે વખતે સમાધાન થઈ ગયું હતું.
4/8
પતિએ પરિણીતાને કહ્યું હતું કે, તું છુટાછેડાના કાગળો પર સહી કરી દે એટલે તારા પિતા ગાડી લેવા માટે છ લાખ આપી દેશે. જોકે પરિણીતાએ ઈન્કાર કર્યો હતો. ત્યાર બાદ પતિ 23 જુલાઈ 2018નાં રોજ પરિણીતાને ઘીકાંટા કોર્ટમાં લઈ જઈને નોટરીની રૂબરૂમાં નોટરાઈઝ રજીસ્ટરમાં પુરાવા સાથેની સહીઓ કરાવી લીધી હતી.
5/8
આ અંગે પરિણીતાએ પતિને વાત કરતા તેને મારઝુડ કરવામાં આવી હતી. પતિએ ફોર વ્હીલ ગાડી માટે પરિણીતાને પિયરમાંથી છ લાખ રૂપિયા લઈ આવવા ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. તે સિવાય પરિણીતાની બહેન તેના પતિને છેલ્લા નવ વર્ષથી રાખડી બાંધતી હતી. જોકે પરિણીતાની બહેન તેના જીજાજી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ હોવાનું પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે.
6/8
પરિણીતાની ફરિયાદ મુજબ પતિ શેરબજારમાં હતો ત્યારે ખુબ જુગાર રમતો હતો અને દારૂ પીતો હતો. સાસુ-સસરાની સામે જ પોતાને માર મારતો હતો. લગ્ન બાદ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. એક વર્ષ બાદ બીજું બાળક રહેતા પરિણીતાની જાણ બહાર પતિ દ્વારા તેમને ગર્ભ પડાવી દેવાની ગોળીઓ ખવડાવી દેવામાં આવી હતી. જેને કારણે તેના દોઢ માસના બાળકનો ગર્ભપાત થઈ ગયો હતો.
7/8
અમદાવાદના ઘાટલોડીયામાં દેશવાલી સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન 29 નવેમ્બર 2009નાં રોજ નિર્ણયનગરમાં માધવબાગ ફ્લેટમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન સમયે યુવતીના પિતાએ 10 લાખ રોકડા અને 17 તોલા સોનાના દાગીના આપ્યા હતા. લગ્નના છ મહિના બાદ પતિ, સસરા, સાસુ અને નણંદને પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી શરૂ કરી હતી.
8/8
ત્યારબાદ 18 ઓગષ્ટના રોજ બાઈક લઈને પરિણીતાના ઘર બહાર આવ્યો હતો. તે સમયે તેની બહેને તેની બહેનને કહ્યું હતું કે, તારા પતિ સાથે મારે વર્ષોથી સંબંધ છે અને તે મને લેવા આવ્યો છે. અમે 4 ઓગષ્ટનાં રોજ કોર્ટ મેરેજ કરી લીધા છે. ત્યાર બાદ પરિણીતાની બહેન પતિ સાથે બાઈક પર રવાના થઈ ગઈ હતી.