શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
સવારથી અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ, જાણો ક્યાક્યાં વિસ્તારોમાં પડ્યા ઝાપટાં
1/4

અમદાવાદ: હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેના ભાગરૂપે અમદાવાદમાં આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
2/4

હવામાન વિભાગે રાજ્યના 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
3/4

આ ઉપરાંત અમદાવાદના એસ.જી.હાઈવે. બોપલ, ગુમા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં. જેના કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી.
4/4

અમદાવાદના વસ્ત્રાપુર, શાહીબાગ, સેટેલાઈટ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલમાં સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આજે પણ વરસાદનું જોર યથાવત રહેલા લોકોમાં ખુશીના માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય હાલ મળી રહેલા અહેવાલ મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે.
Published at : 19 Aug 2018 01:58 PM (IST)
View More
Advertisement





















