મુંબઇઃ સલમાન ખાન અને શાહરૂખ ખાનની દોસ્તીને બે વર્ષ થવા આવ્યા છે. સમય સાથે બંનેની દોસ્તી વધુ મજબૂત થતી જાય છે. સોશિયલ મીડિયા પર બંને એક બીજાના વખાણ કરતા નજરે પડતા હોય છે. તો ક્યારે એક બીજાની ફિલ્મોને પ્રમોટ કરતા નજરે પડે છે. તેમજ પાર્ટી અને ઇવેન્ટમાં પણ બંને સાથે નજર આવે છે. તેમની આ દોસ્તી મુંબઇની સડકો પર પણ જોવા મળી હતી.
2/4
3/4
ફક્ત રિયલ લાઇફમાં જ નહી પરંતું રીલ લાઇફમાં પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનની દોસ્તીના જૂમલા જોવા મળે છે. હાલમાં રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન'માં સલમાન એક ડાયલૉગ બોલ છે 'શાહરૂખ કા મજાક મત ઉડાઓ, મુજે વો બહુત પસંદ હૈ'
4/4
સલમના ખાન, શાહરૂખ ખાન અને તેનો દિકરો આર્યન ખાન મુંબઇની સડકો પર સાઇકલ પર રાઇડ કરતા નજરે ચડ્યા હતા. શાહરૂખ ખાને આ રાઇડની તસ્વીર ટ્વીટર પર શેર કરી હતી. શાહરુખ ખાન લખ્યું હતું "ભાઇ ભાઇ ઑન બાઇક બાઇક, પ્રદૂષણ નહી, ભાઇ કહ રહે હૈ, માઇકલ લાલ સાઇકલ લાલ"