શોધખોળ કરો
પોતાના ઘરમાં જ હાર્દિકે શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જાણો કેટલા લોકો રહ્યા હાજર?
1/7

એટલું જ નહી હાર્દિકે દાવો કર્યો હતો કે ઉપવાસ આંદોલનને પગલે સમગ્ર ગુજરાતમાંથી 16 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકે કહ્યું હતું કે, ઉપવાસ આંદોલનમાં હાજર રહેવા માટે આવતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકોને રસ્તામાં રોકવામાં આવી રહ્યા છે.
2/7

આ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉપવાસ આંદોલનને રોકવા માટે અંગ્રેજ હહુમતની જેમ વર્તી રહી છે. પોલીસ દ્ધારા અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહી પોલીસ મંડપનો સામાન અને પાણી સહીતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને પણ ફાર્મ હાઉસમાં આવવા દેતી નથી. વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે.
Published at : 25 Aug 2018 11:39 AM (IST)
Tags :
Hardik PatelView More





















