કોન્વોયમાંથી વડાપ્રધાનની ગાડીએ અચાનક રસ્તામાંથી વળાંક લઈ લીધો હતો. વડાપ્રધાનની કાર સાથે માત્ર ત્રણ કાર જ હતી. બાકીનો કોન્વોય આગળ રવાના થઈ ગયો હતો. નરેન્દ્ર મોદીએ માતા હીરાબા સાથે 15થી 20 મીનિટ સુધી બેઠા હતાં.
2/5
રાજભવનમાં નરેન્દ્ર મોદીના પસંદગીનું ભોજન બનાવવામાં આવ્યું હતું. પીએમ મોદીના ભોજનમાં તેમને ભાવતી કઢી-ખીચડી ઉપરાંત ફરસાણ, મિઠાઈ, કોળાનું શાક અને કઠોળનું શાક પીરસવામાં આવ્યું હતું. મોદી રાજભવનમાં ડિનર લીધા બાદ દિલ્હી જવા રવાના થયા હતા.
3/5
આ પહેલા નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી સભ્યો એવા સાંસદ લાલકૃષ્ણ આડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને પી.કે. લહેરી હાજર રહ્યા હતા.
4/5
નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમમાં દિલ્હી જતાં પહેલાં અચાનક જ ફેરફાર કર્યો હતો. તેઓ ગાંધીનગરમાં રહેતા તેમના મોટાભાઈના ઘરે માતા હીરાબાને મળવા માટે પોતાના કાફલા સાથે પહોંચ્યા હતાં. સોસાયટીમાં સુરક્ષાની કોઈ ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હોવા છતાં ત્યાં પહોંચી ગયા હતા.
5/5
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસની મુલાકાત બાદ ગુરુવારે નવી દિલ્હી જવા માટે રવાના થયા હતાં. દિલ્હી રવાના થતાં પહેલાં PM મોદીએ રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં કેશુભાઈ પટેલને સોમનાથ ટ્રસ્ટના ફરીથી ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેમજ ત્યાર બાદ PM મોદીએ રાજભવનમાં જ ભોજન પણ લીધું હતું.