અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડનાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સપાટો બોલાવ્યો છે. જોકે હવે તેમને દિલ્હી મોકલવા માટેનો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે. IAS પાસ આઉટ કર્યા બાદ વિજય નેહરાએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. વિજય નેહરા જે સીટીમાં બદલી થઈને જાય છે ત્યાં સપાટો બોલાવી દે છે તો આવો આગળ જોઈએ વિજય નેહરાની કેવી છે સફર...