અમદાવાદ: નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે ખેલૈયા દ્વારા ગરબાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે હાલ અમદાવાદ પોલીસ મેગા ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહ્યું છે. જો કોઈ પણ ક્લબ અને પાર્ટી પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા નહીં હોય તો નવરાત્રિમાં ગરબા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં. પાર્કિંગ પૂરું પાડવાની જવાબદારી ગરબા આયોજકોની છે.
2/4
આયોજકોને પાર્ટી પ્લોટ કે ક્લબનો ફોટો પાડી પાર્કિંગની શું સ્થિતિ છે તેની પણ જાણકારી આપવી પડશે ત્યાર બાદ જ મંજૂરી આપવામાં આવશે. જો નવરાત્રિના વન દિવસમાં રોડ પર ટુ વ્હીલર કે ફોર વ્હીલરનું પાર્કિંગ કરવામાં આવશે તો તાત્કાલિક પરમિશન રદ કરી દેવામાં આવશે.
3/4
ગરબા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા નહીં હોય તો હોટેલ, રેસ્ટોરાં, ફાર્મ હાઉસ કે હોલને પણ લગ્ન, રિસેપ્શન, બર્થ-ડે કે અન્ય કોઈ કાર્યક્રમ માટે મંજૂરી આપવામાં આવશે નહીં તેવો અમદાવાદ પોલીસે નિર્ણય લીધો છે.
4/4
સામાન્ય રીતે જૂન-જુલાઈમાં ક્લબો અને પાર્ટી પ્લોટોમાં ગરબા માટેનું બુકિંગ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે પાર્કિંગનો પ્રશ્ન પેચીદો બનતા વાયએમસીએને બાદ કરતાં કોઈપણ ક્લબ કે પાર્ટી પ્લોટે નવરાત્રિનો પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો નથી.