બીજી તરફ લાપતા બનેલા યુવકના એક મિત્રએ દાવો કર્યો છે કે ગુમ થયેલા યુવકે ડોક્ટરના અફેરની માહિતી તેની પત્નીને આપી દીધી હતી, જેનાથી ડોક્ટરના છૂટાછેડા થયા હતા. આ મામલે જ ડોક્ટરે યુવકને કારમાં બંધક બનાવીને માર માર્યો હતો. યુવકને લીધે ડોક્ટરના તેની પત્ની સાથે સંબંધો બગાડ્યા હતા. ડોક્ટર પોતાના છૂટાછેડા માટે મયુરને જવાબદાર ગણી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મયુરે ડોક્ટરના અનૈતિક સંબંધો અંગેની જાણકારી ડોક્ટરની પત્ની સુધી પહોંચાડી હતી. જે બાદમાં ડોક્ટર અને તેની પત્ની વચ્ચે સંબંધો વણસ્યા હતા.
2/4
રાજકોટઃ રાજકોટમાં લાઈફ કેર હૉસ્પિટલમાંથી ગુમ થયેલ યુવક ગુજરાતની સૌથી મોટી મિસિંગ મિસ્ટ્રી બની છે. લાઈફ કેર હૉસ્પિટલમાં કામ કરતો સુત્રાપાડાના પ્રાસલી ગામનો યુવક છેલ્લા 22 દિવસથી ગુમ થયો છે. જેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં મયૂરને હૉસ્પિટલના ડૉક્ટર શ્યામ રાજાણીની ગાડીમાં માર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે ડૉક્ટર શ્યામ રાજાણીએ યુવકને માર મારવા તમામ આરોપોને ફગાવ્યા હતા. ડોક્ટરે જણાવ્યું હતું કે, મયૂર મોરી સ્ટાફની મહિલાઓ પાસે અભદ્ર માંગણી કરતો હતો અને આખા ગામમાં મયૂર મોરી મારા વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યો હતો.જો કે હાલ પોલીસે હૉસ્પિટલના ડૉક્ટર શ્યામ રાજાણીની અટકાયત કરી હતી.
3/4
વાયરલ થયેલા વીડિયોમાં હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી એક કારમાં ગુમ થયેલા યુવકને કેદ કરીને માર મારી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. યુવકને એક XUV કારમાં કેદ કરીને તેને માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ કારનો પણ કબજો લીધો છે. ડોક્ટરના સહકર્મી તરફથી જ આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાછળની સીટમાં બેઠેલા બંને લોકો યુવકને માર મારી રહ્યા છે. આ દરમિયાન યુવકને સાંકળથી પણ માર મારવામાં આવે છે તેમજ તેના હાથ બાંધીને તેને માર મારવામાં આવી રહ્યો છે.
4/4
આ અંગે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેમણે તેમનો પુત્ર ગાયબ થવા પાછળ ડોક્ટર શ્યામ રાજાણીનો હાથ હોવાનું જણાવ્યું હતું. પરિવારના લોકોના કહેવા પ્રમાણે ડોક્ટરે માર માર્યા બાદ તેના પુત્રએ પરિવારનો કોઈ સંપર્ક કર્યો નથી.બીજી તરફ ડોક્ટરે પણ પોલીસમાં યુવક વિરુદ્ધ બે અરજી આપી છે.