શોધખોળ કરો
'જસદણ આવી જા, તને 25 હજાર આપવાના છે....', કોંગ્રેસના ક્યા ધારાસભ્ય સામે થઈ લાલચ આપવાની પોલીસ ફરિયાદ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/19103140/1-gujarat-elections-2017-congress-issue-candidate-second-list.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![જસદણઃ જસદણની પેટા ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર મદદારોને રિઝવવા માટે રૂપિયા આપવાની લાલચ આપી હોવાની ફરિયાજ ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. પાંચવડાના પૂર્વ સરપંચે ફરિયાદ કર્યા બાદ ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/19103140/1-gujarat-elections-2017-congress-issue-candidate-second-list.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણઃ જસદણની પેટા ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર મદદારોને રિઝવવા માટે રૂપિયા આપવાની લાલચ આપી હોવાની ફરિયાજ ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. પાંચવડાના પૂર્વ સરપંચે ફરિયાદ કર્યા બાદ ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
2/4
![આ મામલે લલિત કગથરાએ જણાવ્યું કે, આવી ફરિયાદથી સાબિત થાય છે કે ભાજપ જસદણમાં હારી ગયું છે. મેં પૈસાની કોઇ વાત જ નથી કરી. મધુકાંત પહેલા 10 દિવસ પ્રચારમાં મારી સાથે રહ્યો પછી બીજે ગયો એટલે સ્પષ્ટતા કરવા બોલાવ્યો હતો કે તે છે કયા પક્ષ તરફ છે. જ્યારે ગજેન્દ્ર રામાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારે 25000 પાંચવડાના સંબંધીને મોકલવાના હતા અને તે માટે મધુકાંતને બોલાવ્યો હતો. અમે વર્ષોથી સાથે છીએ અને તે મારા પુત્ર સમાન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/19103110/3-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મામલે લલિત કગથરાએ જણાવ્યું કે, આવી ફરિયાદથી સાબિત થાય છે કે ભાજપ જસદણમાં હારી ગયું છે. મેં પૈસાની કોઇ વાત જ નથી કરી. મધુકાંત પહેલા 10 દિવસ પ્રચારમાં મારી સાથે રહ્યો પછી બીજે ગયો એટલે સ્પષ્ટતા કરવા બોલાવ્યો હતો કે તે છે કયા પક્ષ તરફ છે. જ્યારે ગજેન્દ્ર રામાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારે 25000 પાંચવડાના સંબંધીને મોકલવાના હતા અને તે માટે મધુકાંતને બોલાવ્યો હતો. અમે વર્ષોથી સાથે છીએ અને તે મારા પુત્ર સમાન છે.
3/4
![આ બાદ સાંજના સમયે 4.45 કલાકે ફરી ફોન કરી બોલાવ્યો હતો. કોંગ્રેસના આ બને આગેવાનોએ કોંગ્રેસનું કામ કરવા માટે 25000 રૂપિયાની લાલચ આપી કાર્યકર્તા ઊભા કરવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ કર્યાને માત્ર એક જ કલાકમાં તુરંત જ ચૂંટણીપંચે જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. પટેલને આ મામલે એફઆઈઆર નોંધવા હુકમ આવતા રાત્રે તજવીજ શરૂ કરવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/19103057/2-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બાદ સાંજના સમયે 4.45 કલાકે ફરી ફોન કરી બોલાવ્યો હતો. કોંગ્રેસના આ બને આગેવાનોએ કોંગ્રેસનું કામ કરવા માટે 25000 રૂપિયાની લાલચ આપી કાર્યકર્તા ઊભા કરવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ કર્યાને માત્ર એક જ કલાકમાં તુરંત જ ચૂંટણીપંચે જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. પટેલને આ મામલે એફઆઈઆર નોંધવા હુકમ આવતા રાત્રે તજવીજ શરૂ કરવામાં આવી હતી.
4/4
![મધુકાંત ટાઢાણીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરતા જણાવ્યું કે તે જસદણની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રચાર કરી રહ્યા છે. બે દિવસ પહેલા બપોરે 1 કલાકે કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર ગજેન્દ્ર રામાણીનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, ‘જસદણ આવી જા 25000 રૂપિયા આપવાના છે. આ પછી તે જ ફોનમાં ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, ‘આદિત્યમાં આવીજા’.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/19103048/1-Congress-MLA-Kagthara-offer-to-give-money-to-voter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મધુકાંત ટાઢાણીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરતા જણાવ્યું કે તે જસદણની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રચાર કરી રહ્યા છે. બે દિવસ પહેલા બપોરે 1 કલાકે કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર ગજેન્દ્ર રામાણીનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, ‘જસદણ આવી જા 25000 રૂપિયા આપવાના છે. આ પછી તે જ ફોનમાં ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, ‘આદિત્યમાં આવીજા’.
Published at : 19 Dec 2018 10:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)