આ બાબતે નયનાબાએ જણાવ્યું હતું કે, પિતાના સંપૂર્ણ સહકારથી તે પાર્ટીમાં જોડાઈ છું. નયનાબાને હાલ વેસ્ટર્ન કમાનના પાર્ટીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
2/4
પાર્ટીના સર્વેસર્વા ડો.સ્વેતા શેટ્ટી દ્વારા આ બાબતની વિધિવત જાણ કરવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈને અસ્તિત્વમાં આવેલી આ પાર્ટી લોકસભામાં પણ મહિલાઓ માટે 50 ટકા અનામત ઈચ્છે છે.
3/4
મહિલાઓના પ્રશ્નો અને મહિલાઓ માટે કામ કરવા નયનાબા જાડેજાએ આ ઈનિંગની શરૂઆત કરી છે. નયનાબા જાડેજાએ નેશનલ વુમન પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા હતાં.
4/4
રાજકોટ: ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબાની રાજકારણમાં એન્ટ્રી થઈ છે. નયનાબા જાડેજા નેશનલ વુમન પાર્ટીમાં જોડાયા છે. નયનાબાની રાજકારણમાં એન્ટ્રીને લઈને હાલ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા મહિલા કર્ણી સેનાના અધ્યક્ષ બન્યા હતાં.