શોધખોળ કરો
રાજકોટમાં યુવતીએ યુવકને મળવા માટે લવ ગાર્ડનમાં બોલાવ્યો પછી યુવતીએ તેની સાથે શું કર્યું? જાણો વિગત
1/4

સુરેશ કંઇ સમજે તે પહેલાં જ આવેલા 3 લોકોએ તેને માર મારીને 12 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આ ઘટનાને લઇને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સાનુ, અફજલ, આસિફ, હરકિસન સિંહ અને નીતુ રાવલ સામે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
2/4

જોકે સુરેશને એ સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે, આ મિત્રતાની પાછળ એક મેલી ચાલ છે અને તે તેમાં ફસાઈ ગયો છે. રેસકોર્ષ લવ ગાર્ડનમાં નીતુને સુરેશ મળે તે સાથે અન્ય લોકોએ આવીને સુરેશને માર મારવાનું ચાલુ કર્યું હતું.
3/4

નીતુ રાવલ નામની યુવતીએ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા સુરેશ નામનાં યુવક સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા કેળવી અને પોતાની વાતોમાં ફસાવીને નીતુ રાવલે સુરેશને રેશકોર્ષ લવ ગાર્ડનમાં મળવા બોલાવ્યો હતો.
4/4

રાજકોટ: શહેરમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજી તરફ હની ટ્રેપનાં કિસ્સાઓ પણ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં યુવાન સાથે સોશિયલ મીડિયા મારફતે એક યુવતીએ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આ મિત્રતાનો ફાયદો ઉઠાવીને યુવતીએ તેના સાગરિતો સાથે મળીને યુવક પાસે ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું.
Published at : 14 Oct 2018 10:45 AM (IST)
Tags :
Rajkot PoliceView More





















