શોધખોળ કરો
Advertisement
વર્ષ 2021 ટી-20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં, 2022 ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં
વર્ષ 2021માં રમાનારા ટી20 વર્લ્ડકપનું ભારતમાં આયોજન કરવામાં આવશે જ્યારે 2022નો વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે.
નવી દિલ્હી: વર્ષ 2021માં રમાનારા ટી20 વર્લ્ડકપનું ભારતમાં આયોજન કરવામાં આવશે જ્યારે 2022નો વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આઈસીસીની બોર્ડ મીટિંગમાં આ વાત સામે આવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વર્ષ 2020 ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પહેલાની યાદી અનુસાર 2022ના ટી20 વર્લ્ડકપનું આયોજન ભારતમાં થવાનું હતું.
આ વર્ષે 18 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં આઈસીસી વર્લ્ડ ટી20નું આયોજન કરવાનું હતું પરંતુ કોરોનાની મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જેનાથી IPLના આયોજનનો રસ્તો સાફ થયો હતો. જેનું આયોજન યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ ICCની વર્ચ્યૂઅલ બેઠક દરમિયાન આ નિર્ણય થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion