સન્યાસના ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરીથી વાપસી કરશે દુનિયાનો આ ઘાતક બેટ્સમેન, ટી20 વર્લ્ડકપમાં ધમાલ મચાવવા તૈયાર
ટીમના હેડ કૉચ માર્ક બાઉચરે (Mark Boucher) એક કૉન્ફરન્સ દરમિયાન આ વાતનો ઇશારો કર્યો છે. આ દરમિયાન તેને એબી ડિવિલિયર્સની આ વર્ષે આઇપીએલ (IPL 2021) રમવા માટે રવાના થતા પહેલા થયેલી તેની વાતચીત વિશે પણ જણાવ્યુ. એબી ડિવિલિયર્સ આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની (Royal Challengers Bangalore Team) ટીમમાંથી રમી રહ્યો છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ (AB de Villiers Return) લઇ ચૂકેલ દક્ષિણ આફ્રિકાના (South Africa Team) મહાન અને ઘાતક બેટ્સમેન એબી ડિવિલિયર્સ (AB de Villiers) આગામી ટી20 વર્લ્ડકપમાં (ICC T20 WorldCup) ટીમમાં વાપસી કરી શકે છે. ટીમના હેડ કૉચ માર્ક બાઉચરે (Mark Boucher) એક કૉન્ફરન્સ દરમિયાન આ વાતનો ઇશારો કર્યો છે. આ દરમિયાન તેને એબી ડિવિલિયર્સની આ વર્ષે આઇપીએલ (IPL 2021) રમવા માટે રવાના થતા પહેલા થયેલી તેની વાતચીત વિશે પણ જણાવ્યુ. એબી ડિવિલિયર્સ આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની (Royal Challengers Bangalore Team) ટીમમાંથી રમી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકાના (South Africa Team) ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન બાઉચરે કહ્યું- એબી ડિવિલિયર્સ (AB de Villiers Return) આઇપીએલ રમવા માટે ભારત રવાના થતા પહેલા મે તેની સાથે વાત કરી હતી. આગામી ટી20 વર્લ્ડકપમાં ટીમમાં વાપસીના દરવાજા તેના માટે ખુલ્લા છે. તે જે પ્રકારના માણસ છે તેને કોઇપણ વસ્તુ આસાનીથી મેળવવુ સારુ નથી લાગતુ. તે આઇપીએલમાં બેસ્ટ પ્રદર્શન કરીને આખી દુનિયા અને ખુદને પુરવાર કરવા ઇચ્છતો હતો કે તે હજુ પણ વર્લ્ડ ક્રિકેટમાં એક મુખ્ય ખેલાડી છે, અને તે સ્તર પર બેસ્ટ પ્રદર્શન કરી શકે છે.
એબી ડિવિલિયર્સની રાષ્ટ્રીય ટીમમાં વાપસીને લઇેન બાઉચરે કહ્યું- મે એબી ડિવિલિયર્સને આઇપીએલમાં જઇને પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનુ કહ્યું છે. હું આઇપીએલના અંતિમ તબક્કામાં તેની સાથે આગળની વાતચીત કરીશ. હાલ તેની વાપસીને લઇને વાતચીત અહીં અટકી છે.
રિટાયરમેન્ટના થઇ ચૂક્યા છે ત્રણ વર્ષ....
એબી ડિવિલિયર્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધાના 3 વર્ષ થઇ ચૂક્યા છે. મે 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી એબી ડિવિલિયર્સે સન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, ત્યારબાદ તે દુનિયાભરની ટી20 લીગમાં રમતો રહો છે, અને જબરદસ્ત પ્રદર્શન કરતો રહ્યો છે. ખાસ કરીને આઇપીએલમાં તેનુ પરફોર્મન્સ ખુબ સારુ રહ્યું છે. એબી ડિવિલિયર્સે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી20 મેચો રમી છે.