ઉલ્લેખનીય છે કે 34 વર્ષના એબી ડિવિલિયર્સની આધુનિક ક્રિકેટના મહાન ખેલાડીઓમાં ગણતરી થાય છે. આઈપીએલ-11માં આરસીબી બહાર થયાના થોડા દિવસો બાદ તેણે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી સૌને ચોંકાવી દિધા હતા.
2/5
પ્રોટિયાઝ ખેલાડીઓની આ ટી-20 મુકાબલાઓમાં 39.53ની સ્ટ્રાઈક રેટ રહી છે. ડિવિલિયર્સની સ્ટ્રાઈક રેટ 150.94 છે જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધારે સ્ટ્રાઈક રેટ છે.
3/5
એબી ડિવિલિયર્સ 2011થી આઈપીએલની 11મી સીઝન સુધી તે બેંગ્લૂરૂનો હિસ્સો રહ્યો છે. આરસીબીમાં સામેલ થયા પહેલા તે દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમતો હતો. ડિવિલિયર્સે અત્યાર સુધી 141 આઈપીએલ મેચ રમી છે. જેમાં તેના નામે 3953 રન નોંધાયેલા છે.
4/5
ડિવિલિયર્સે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કર્યા બાદ પોતાના દેશની ટોપ લેવલ ક્રિકેટ ફેન્ચાઈજી ટાઈટન્સમાંથી રમવાની પુષ્ટી કરી હતી.
5/5
નવી દિલ્હી: ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ચુકેલા દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એ બી ડિવિલિયર્સે આગામી વર્ષ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાને લઈને ખુલાસો કર્યો છે. ડિવિલિયર્સે ખુલાસો કરતા જણાવ્યું કે હું આવનારા થોડા વર્ષો સુધી આઈપીએલમાં રમીશ. આ સાથે જ તેણે જણાવ્યું કે તે ટાઈટન્સ સાથે પણ રહેશે.