ચાલુ ક્રિકેટ મેચ છોડીને બન્ને ટીમના ખેલાડીઓ ચોરને પકડવા દોડ્યા, જાણો શુ હતો મામલો
આ મેચ દરમિયાન એક શખ્સ મેદાનની પાસે રહેલી એક બેન્ચ પર બેઠેલો દેખાયો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટ મેદાન પર કેટલીય એવી ઘટનાઓ ઘટતી હોય છે, જેને જોઇને આપણે ચોંકી જતા હોઇએ છીએ. પરંતુ આ વખતે એક અનોખી ઘટના જ સામે આવી છે, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યુ નહીં હોય. ચાલુ ક્રિકેટ મેચ છોડીને બન્ને ટીમના ખેલાડીઓ એક ચોરને પકડવા માટે દોડ્યા હતા. જી હા, આ સાંભળવામાં જરા વિચિત્ર લાગશે, પરંતુ આવી ઘટના ઇંગ્લેન્ડમાં જોવા મળી છે.
મેચ છોડીને ચોરને પકડવા દોડ્યા ખેલાડીઓ-
ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ચેરવેલ લીગ ક્રિકેટ મેચ દરમિયાન આ ઘટના ઘટી છે, ખરેખરમાં સ્ટેન્ટન્ટ હારકોર્ટ ક્રિકેટ ક્લબ અને વલ્કરકોટ ક્લબની વચ્ચે રમાઇ રહી હતી. આ મેચ દરમિયાન એક શખ્સ મેદાનની પાસે રહેલી એક બેન્ચ પર બેઠેલો દેખાયો હતો. જ્યારે ખેલાડીઓએ આ જોયુ તે કેટલાય પ્લેયર્સ આ વ્યક્તિના પાસે સવાલો પુછવા માટે જવા લાગ્યા.
જ્યારે તે વ્યક્તિએ ખેલાડીઓને પોતાની પાસે આવતા જોયા તો તે ડરી ગયો, અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આ જોઇને બન્ને ટીમના ખેલાડીઓ પણ દોડ્યા, અને તેને પકડ્યા બાદ જ ઉભા રહ્યાં. કહેવાઇ રહ્યુ છે કે આ શખ્સ ખેલાડીઓના વૉલેટમાંથી પૈસા ચોરવાની કોશિશ કરી રહ્યો હતો.
ખેલાડીઓએ ચોરને શિખવાડ્યો સબક-
ધ સન વેબસાઇટે આ ઘટના વિશ સ્ટેન્ટન હારકોર્ટ ક્રિકેટ ક્લબના કેપ્ટન રાયન વેસ્ટી સાથે વાતચીત કરી. તેમને બતાવ્યુ કે અમારા વિરોધી ટીમના એક ખેલાડી જેની બૉડી સારી છે, અને તે બાઉન્સર તરીકે પણ કામ કરી ચૂક્યો છે, તો જ્યારે અમે તેને પકડ્યો તો તે બાઉન્સર ખેલાડીએ તેને ત્યાં સુધી પકડી રાખ્યો જ્યાં સુધી પોલીસ ત્યાં ના આવી.
રાયને કહ્યું કે, આ ઘટના બાદ થોડીકવાર માટે મેચ વચ્ચેથી જ રદ્દ કરી દેવામાં આવી હતી, જે બરાબર ન હતુ પરંતુ અમારે તે વ્યક્તિને હરહાલમાં પકડવો હતો. ઉલ્લેખનીય છે કે થેમ્સ વેલી પોલીસે કહ્યું કે, આ સંદિગ્ધ શખ્સ 32 વર્ષનો છે અને આની ધરપકડ કરી લેવામાં આવી છે, અત્યારે આ કેસની તપાસ ચાલુ છે.