આ ટેસ્ટ મેચમાં રાશિદે બન્ને ઇનિંગોમાં તેને ના એક બૉલ નાંખ્યો કે નથી બેટિંગ કરી, તેને મેચમાં એક કેચ પણ નથી પકડ્યો, અને ના કોઇ ખેલાડીને રન આઉટ કર્યો. ચોંકાવનારી વાત તો એ છે કે મેચમાં કંઇપણ કર્યા વિના મેચ ફીના રૂપમાં રાશિદને £12,500 એટલે 11,07,874 રૂપિયા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ મેચ એક રીતે સ્ટેડિયમમાં હાજર રહેલા દર્શકોની જેમ જ રહી.
2/6
આમ કરનારો તે છેલ્લા 13 વર્ષમાં પહેલો ઇંગ્લિશ ખેલાડી બની ગયો, આ પહેલા વર્ષ 2005 માં સ્પિન બૉલર ગેરાથ બેટ્ટીને આ જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
3/6
4/6
ખરેખર, પિચની પરિસ્થિતિ જે રીતે સ્વિંગ બૉલરો માટે અનુકુલ દેખાતી હતી તેને જોઇને ઇંગ્લેન્ડના કેપ્ટન જે રુટે આખી મેચમાં એક પણ વાર સ્પિન હથિયાર આદિલ રાશિદને અજમાવ્યો નહીં.
5/6
આદિલે કોઇપણ પ્રકારનું મેચમાં યોગદાન આપ્યા વિના આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આની સાથે રાશિદ કોઇ ટેસ્ટ મેચમાં બેટિંગ, બૉલિગં, કેચ કે રન આઉટનો ભાગ ના બનનારો ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 14મો ખેલાડી બની ગયો છે.
6/6
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના લેગ સ્પિન બૉલર આદિલ રશિદે ભારત વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં એક અનોખો રેકોર્ડ બનાવી લીધો છે. લોર્ડ્સ ટેસ્ટ માટે રાશિદ ઇંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતો.