શોધખોળ કરો
વર્લ્ડકપની હાર બાદ આ દેશનું ક્રિકેટ બોર્ડ આકરા મૂડમાં, કેપ્ટન, કૉચ, ટીમ મેનેજર સહિતના બધાને કાઢી મુક્યા
કાબુલમાં થયેલી આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની મિટીંગમાં સર્વાનુમત્તે કેપ્ટન, કૉચ, ટીમ મેનેજરને બદલવાનો નિર્ણય લીધો હતો

નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં કારમી હાર મળ્યા બાદ આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ આકરા મૂડમાં આવી ગયુ છે. બોર્ડે કેટલાક મોટા નિર્ણયો લીધા છે જેમાં ક્રિકેટમાં મોટા ફેરફાર સામે આવ્યા છે. આફઘાનિસ્તાન ટીમની વર્લ્ડકપમાં નવે નવ મેચમાં કારમી હાર થયા બાદ ક્રિકેટ બોર્ડ એક્શનમાં આવી ગયુ છે. બોર્ડે સફાઇ અભિયાન શરૂ કરતાં પહેલા કેપ્ટન ગુલબદીન કેપ્ટન પદેથી હટાવીને તેની જગ્યાએ યુવા ક્રિકેટર રાશિદ ખાનને કેપ્ટનશીપ સોંપી છે. હવે વધુ મોટા ફેરફારો સામે આવ્યા છે, તે અનુસાર બોર્ડે કૉચ, ટીમ મેનેજર અને ચીફ સિલેક્ટર્સને પણ સસ્પેન્ડ કરી દીધા છે. બોર્ડે મુખ્ય પસંદગીકાર દાવલત અહમદજઇ અને ટીમ મેનેજર નઇમ સૈયમને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
આ નિર્ણય કાબુલમાં થયેલી આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની મિટીંગમીં લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય કાબુલમાં થયેલી આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની મિટીંગમીં લેવામાં આવ્યો હતો.
વધુ વાંચો





















