શોધખોળ કરો
Advertisement
AFGvBAN જીત સાથે રાશિદ ખાને બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ, કોહલી પણ નથી કરી શક્યો આ કારનામું, જાણો વિગતે
મેચ જીતવાનાથી સાથે જ રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં જીત મેળવનારો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. આ ઉપરાંત કેપ્ટનશિપ ડેબ્યૂ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ અને ફિફ્ટી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ચટગાંવમાં બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 224 રનથી જીત મેળવી હતી. જે તેની ટેસ્ટ ક્રિકેટમાં બીજી જીત હતી. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને જીતવા 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાંચમા દિવસે વરસાદના કારણે મેચ ડ્રો જાય તેમ લાગતું હતું પરંતુ અંતિમ કલાકોમાં હવામાન સુધરતાં મેચ શરૂ થઈ હતી અને બાંગ્લાદેશની ટીમ 173 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચ જીતવાનાથી સાથે જ રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં જીત મેળવનારો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. આ ઉપરાંત કેપ્ટનશિપ ડેબ્યૂ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ અને ફિફ્ટી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતાંની સાથે જ રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બન્યો હતો. અફઘાનિસ્તાનની ટેસ્ટ ક્રિકેટમાં બીજી જીત છે. ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન તેની પ્રથમ ત્રણ ટેસ્ટમાંથી બે ટેસ્ટ જીતી હોય તેવી બીજી ટીમ છે. 2018માં ડેબ્યૂ ટેસ્ટમાં અફઘાનિસ્તાન ભારત સામે 1 ઈનિંગ અને 262 રનથી હાર્યું હતું. 2019માં આયર્લેન્ડને 7 વિકેટથી હાર આપી અફઘાનિસ્તાને ટેસ્ટ ક્રિકેટમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. જ્યારે આજે બાંગ્લાદેશને 224 રનથી હાર આપી બીજી ટેસ્ટ જીત મેળવી હતી.
🔥 Youngest captain to win a Test 🔥 Picked up 11 wickets in the match 🔥 Scored a half-century too
What a star, Rashid Khan, who is Player of the Match! pic.twitter.com/9P0jOM1not — ICC (@ICC) September 9, 2019
અફઘાનિસ્તાન સામે 224 રનથી હારતા જ બાંગ્લાદેશના નામે નોંધાઈ ગયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગતે
અફઘાનિસ્તાનનું ટેસ્ટ ક્રિકેટમાં મોટું કારનામું, બાંગ્લાદેશને 224 રનથી આપી હાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion