એડિલેડઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ઓસ્ટ્રેલિયાના બે ધૂરંધર બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ટીમમાં ન હોવાથી ઘણા દિગ્ગજો ટીમ ઈન્ડિયા માટે આ વખતે જીત સરળ હશે તેમ માની રહ્યા છે. પરંતુ ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને આમ લાગતું નથી.
2/4
રહાણેએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઘર આંગણે દરેક ટીમ સારું રમે છે અને ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતવાની પ્રબળ દાવેદાર છે. તેમને સ્મિથ અને વોર્નરની ગેરહાજરી વર્તાશે પરંતુ તે નબળી ટીમ નથી. તેમનું બોલિંગ આક્રમણ ઘણું મજબૂત છે અને ટેસ્ટ ક્રિકેટમાં આ ખૂબ જરૂરી છે.
3/4
રહાણેએ એમ પણ કહ્યું કે, ઈંગ્લેન્ડમાં સ્થિતિ ઘણી પડકારજનક હોય છે અને યજમાન ટીમના બેટ્સમેનો પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા. કૂકની અંતિમ મેચ સિવાય કોઇ મોટો સ્કોર બનાવી શક્યું નહોતું. તેથી આલોચના પર ધ્યાન આપવાના બદલે બેટિંગમાં વધારે મહેનત કરવાની જરૂર છે.
4/4
તેણે કહ્યું, દરેક બેટ્સમેનનું કામ ટીમમાં યોગદાન આપવાનું હોય છે. અમારે ગત પ્રવાસની જેમ મોટી ભાગીદારી કરવી પડશે. જેનાથી ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવામાં મદદ મળશે. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવા શરૂઆતની મેચમાં સારું પ્રદર્શન કરવું જરૂરી હોય છે.