શોધખોળ કરો
અજીત વાડેકરની કેપ્ટનશિપમાં ભારત જીત્યું હતું સતત 3 ટેસ્ટ સીરિઝ, ઈંગ્લેન્ડમાં કર્યું હતું સૌથી મોટું કારનામું, જાણો વિગત
1/6

વાડેકરની કેપ્ટનશિપમાં ભારતે ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ અને પ્રથમવાર ટેસ્ટ શ્રેણી જીતી હતી. વાડેકર મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશિપ દરમિયાન ભારતીય ટીમના મેનેજર રહી ચુક્યા હતા. બાદમાં તેઓ ચીફ સિલેક્ટર પણ બન્યા હતા.
2/6

વાડેકર એન્જિનયર બનવા માંગતા હતા. એક વખતે તેઓ તેમના સીનિયર અને પડોશી બાલૂ ગુપ્તે સાથે બસથી કોલેજ જતાં હતા. બાલૂ કોલેજની ક્રિકેટ ટીમમાં હતા. તેમણે અજીતને પૂછ્યું કે શું કોલેજની ટીમમાં 12મો ખેલાડી બનીશ ? આ માટે તને 3 રૂપિયા મેચ ફી મળશે. તે સમયે 3 રૂપિયા મોટી રકમ હતી. ઓફરને તે ફગાવી ન શક્યા અને કોલેજની ક્રિકેટ ટીમમાં સામેલ થઈ ગયા. બાદમાં સુનીલ ગાવસ્કરના કાકા માધવ મંત્રીએ તેમની પ્રતિભા ઓળખી અને તેમના કહેવા પર જ ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી.
Published at : 16 Aug 2018 09:12 AM (IST)
View More





















