શોધખોળ કરો

IPL: કોરોનાના કેર વચ્ચે પણ કયા દેશના ખેલાડીઓ નહીં જાય સ્વદેશ, કેમ ભારતમાં જ રોકાવવાનુ નક્કી કર્યુ, જાણો કારણ

આઇપીએલ સસ્પેન્ડ (IPL Suspended) થતાં જ વિદેશી ખેલાડીઓ (Foreign Cricketers) પોતાના વતન તરફ જવા માટે દોડી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે કિવી ખેલીડીઓએ પોતાના દેશ ન્યૂઝીલેન્ડમાં (All New Zealand cricketers) નહીં જવાનુ નક્કી કર્યુ છે. 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર (Covid-19) સતત વધી રહ્યો છે, દરરોજ દેશભરમાંથી 4 લાખથી વધુ નવા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યાં છે. આ કારણે બીસીસીઆઇએ (BCCI) ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝનને અધવચ્ચેથી જ ટાળી દીધી છે. આઇપીએલ સસ્પેન્ડ (IPL Suspended) થતાં જ વિદેશી ખેલાડીઓ (Foreign Cricketers) પોતાના વતન તરફ જવા માટે દોડી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે કિવી ખેલીડીઓએ પોતાના દેશ ન્યૂઝીલેન્ડમાં (All New Zealand cricketers) નહીં જવાનુ નક્કી કર્યુ છે. 

કેન વિલિયમસન સહતિ આઇપીએલ 2021માં રમી રહેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો (All New Zealand cricketers) 10 મે સુધી ભારતમાં જ રોકાશે. આ ખેલાડીઓ આ પછી સીધા તે બ્રિટન રવાના થશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટરોના સંઘના પ્રમુખે આજે આ જાણકારી આપી છે. ન્યૂઝીલેન્ડના બાકીના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યો ટીમો તરફથી વ્યવસ્થા કરવામાં આવેલા ચાર્ટર્ડ પ્લેનથી સ્વદેશ રવાના થઇ શકે છે. ન્યૂઝીલેન્ડ પ્લેયર્સ એસોસિએશનના પ્રમુખ હીથ મિલ્સે આ જાણકારી આપી છે. 

અત્યાર ફક્ત બ્રિટીશ નાગરિકોને જ ભારત સાથે યાત્રાની અનુમતિ છે, પરંતુ તેમને સરકાર તરફથી અધિકૃત કેન્દ્ર પર દસ દિવસ ક્વૉરન્ટાઇનમાં રહેવુ પડશે. મિલ્સે કહ્યું- બ્રિટનમાં યાત્રા પ્રતિબંધોના કારણે ક્રિકેટર 11 મે સુધી નથી જઇ શકતા. તેના માટે ભારતમાં થોડાક દિવસ વધુ ઇન્તજાર કરવો એક પડકાર છે.

કેન વિલિયમસન ઉપરાંત ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બૉલ્ટ, કાઇલ જેમીસન, મિશેલ સેન્ટનર, ક્રિસ ડોનાલ્ડસન (ટ્રેનર), ટૉમી સિમસેક (ફિઝીયો), લૉકી ફર્ગ્યૂસન, જિમ્મી નિશામ, ફિન એલન હજુ પણ ભારતમાં જ છે.

ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ ટીમ 2 જૂનથી ઇંગ્લેન્ડમાં બે મેચોની ટેસ્ટ સીરીઝ રમશે, આ પછી સાઉથેમ્પ્ટનમાં 18 જૂનથી ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમાશે.

ઇંગ્લેન્ડના આઠ ક્રિકેટર પહોંચ્યા લંડન....
ઇંગ્લેન્ડના જૉની બેયરર્સ્ટો, જૉસ બટલર, સેમ કરન, ટૉમ કરન, સેમ બિલિંગ્સ, ક્રિસ વૉક્સ, મોઇન અલી અને જેસન રૉય લંડન પહોંચી ગયા છે, અને દસ દિવસ હૉટલમાં ક્વૉરન્ટાઇનમાં રહેશે. ઇંગ્લેન્ડની લિમીટેડ ઓવરોના ફોર્મેટના કેપ્ટન ઇયૉન મોર્ગન, ડેવિડ મલાન અને ક્રિસ જૉર્ડન આગામી 48 કલાકમાં ભારતમાંથી નીકળવાની સંભાવના છે. 

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ચાર્ટર્ડ પ્લેનથી માલદીવ જશે....
બીજીબાજુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માલદીવ રવાના થવાનો ઇન્તજાર કરી રહ્યાં છે. ત્યાં થોડાક દિવસો રહેની સ્વદેશ રવાના થશે. ઓસ્ટ્રેલિયાએ ભારતમાંથી આવનારી ફ્લાઇટ્સ પર 15 મે સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કૉટ મૉરિસને કોઇપણ છુટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે, અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ સરકાર પાસે કોઇ છૂટ ન હતી માંગી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Embed widget