આદર્શ બોલિંગ સંયોજન અંગે પૂછવામાં આવતા કેપ્ટને કહ્યું, ઈમાનદારીથી કહું તો ઓલરાઉન્ડર પર નિર્ભર કરે છે. જો તમે વિશ્વની સૌથી મજબૂત ટીમો જોશો તેમની પાસે ઓછામાં ઓછા બે ઓલરાઉન્ડર છે જે તેમને બોલિંગમાં વધારાનો વિકલ્પ પૂરો પાડે છે.
2/4
23 જાન્યુઆરીથી ન્યૂઝિલેન્ડ સામે શરૂ થઈ રહેલી પાંચ વન ડે મેચની શ્રેણી પહેલા ભારતને ત્રીજા વિશેષજ્ઞ ફાસ્ટ બોલરને લઈ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડેમાં ખલીલ અહમદ, બીજી વન ડેમાં ડેબ્યૂ મેન મોહમ્મદ સિરાઝ ખર્ચાળ સાબિત થયા હતા. ત્રીજી વન ડેમાં વિજય શંકરે માત્ર 6 ઓવર ફેંકી હતી.
3/4
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2019માં આદર્શ બોલિંગ કોમ્બિનેશન માટે વન ડે ઈન્ટરનેશનલ ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની હાજરી પર જોર આપ્યું છે. એક ટીવી શો દરમિયાન મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પંડ્યાને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
4/4
હાર્દિકની ગેરહાજરી અંગે કોહલીએ કહ્યું, ત્રણ બોલર્સનું સમર્થન કરવાનું હોય કે એશિયા કપ, હાર્દિક નહોતો ત્યારે પણ આમ થયું હતું. જ્યારે તમારી પાસે ઓલરાઉન્ડર ઉપલબ્ધ હોય છે ત્યારે ત્રીજા ફાસ્ટ બોલર અંગે વિચારવાનું નથી હોતું. જ્યારે વિજય શંકર કે હાર્દિક જેવા ખેલાડી રમતાં ન હોય ત્યારે ત્રણ બોલરો સાથે રમવું સમજદારીભર્યું લાગે છે.