શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ ટીમમાં સ્થાન ન મળતા આ ભારતીય ક્રિકેટરે ટ્વિટ કરીને કાઢી ભડાસ, જાણો શું કહ્યું...
બીસીસીઆઈએ 15 એપ્રિલે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં અંબી રાયડુ અને રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું નથી.
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ 15 એપ્રિલે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં અંબી રાયડુ અને રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું નથી. અંબાતી રાયડુને ચોથા નંબર માટે સૌથી સારા વિકલ્પ તરીકે જોવામાં આવાત હતા, પરંતુ વિતેલા કેટલાક મેચમાં તેનું ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સે તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપ્યું નથી. ટીમમાં સ્થાન ન મળવા પર રાયડુએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ભડાસ કાઢતા એક ટ્વિટ કર્યું છે.
રાયડુએ ટ્વિટ કરતાં લખ્યું કે, વર્લ્ડ કપ જોવા માટે હાલ 3D ગ્લાસિસ મગાવ્યા છે. મુખ્ય પસંદગીકર્તા પ્રસાદે જણાવ્યું હતું કે, વિજય શંકર ટીમ માટે ત્રણ રીતે કારગત છે. તે બોલિંગ અને બેટિંગની સાથે સારો ફીલ્ડર પણ છે. પ્રસાદે કહ્યું હતું કે, રાયડુ વિરુદ્ધ કંઇ ગયું નથી. વિજય શંકરના પક્ષમાં માત્ર એ વાત ગઇ છે કે, તે એ રોલમાં ફીલ્ડિંગ અને બોલિંગ દ્વારા વધુ પરિણામ જોડે છે. સાથે જ પ્રસાદે કહ્યું કે, અમે રાયડુને ઘણા ચાન્સ આપ્યા. પરંતુ વિજય શંકરથી અમને ત્રણ વિકલ્પ મળે છે. બેટિંગ ઉપરાંત તે બોલિંગ પણ કરી શકે છે. સાથે જ તે સારો ફીલ્ડર પણ છે. અમે તેને નંબર ચારના બેસ્ટમેન તરીકે જોઇ રહ્યાં છે.Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
— Ambati Rayudu (@RayuduAmbati) April 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement