શોધખોળ કરો
એમજ ચેમ્પિયન નથી બની જવાતું, પીવી સિંધુનો વર્કઆઉટ Video જોઈને પરસેવો છૂટી જશે
ર્કઆઉટમાં સિંધુના સખત પરિશ્રમને જોઇને મહિન્દ્રા પણ દંગ રહી ગયાં છે.
નવી દિલ્હીઃ પીવી સિંધુ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય છે. ભારતના ઉદ્યોગપતિ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સિંધુના ટ્રેનિંગ સેશનનો વીડિયોટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આનંદે વીડિયો અંગે કહ્યું કે, હું આ વીડિયો જોઈને જ થાક અનુભવી રહ્યો છું. જોકે વીડિયો જોયા પછી ખબર પડી જાય છે કે તે વર્લ્ડ ચેમ્પિયન કેમ છે. ભારતની આવનારી પેઢી સિંધુની મહેનત જોઈને તેને ફોલો કરશે.
ર્કઆઉટમાં સિંધુના સખત પરિશ્રમને જોઇને મહિન્દ્રા પણ દંગ રહી ગયાં છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું, હું તો આ વીડિયોને જોઇને થાક અનુભવી રહ્યો છું. એક મીનિટ બે સેકેન્ડના આ વીડિયોને જોઇને તમે સિંધુની મહેનતનો અંદાજ લગાવી શકો છો. વીડિયોમાં પીવી સિંધુ સ્ટ્રેચિંગ અને વેટ લિફ્ટિંગ બંને પ્રકારના વર્કઆઉટ કરતાં નજરે આવી રહી છે.
અહેવાલો અનુસાર સિંધુએ આ એકેડેમીમાં ટૂર્નામેન્ટના 45 દિવસ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી શરૂ કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે ગોપીચંદ એકેડમીમાં બેડમિંટન પ્રેક્ટિસ બાદ સિંધુ હૈદરાબાદમાં 60 કિલોમીટર મુસાફરી કરીને સુચિત્રા બેડમિંટન એકેડેમી જતી હતી અને સ્ટ્રેન્થ ટ્રેનર શ્રીકાંત વર્મા મડપલ્લી સાથે કલાકો સુધી ટ્રેનિંગ લેતી હતી. તેની ટ્રેનિંગ અને પ્રેક્ટિસ દરરોજ સવારે 4 વાગ્યે શરૂ થતી હતી. 11 વાગ્યા સુધી સતત પ્રેક્ટિસ કર્યા બાદ તેને બ્રેકફાસ્ટ માટે એક કલાક મળતો હતો. તે બાદ તે તરત જ ટ્રેનિંગ સ્પોટ પર પહોંચી જતી હતી.Brutal. I’m exhausted just watching this. But now there’s no mystery about why she’s the World Champ. A whole generation of budding Indian sportspersons will follow her lead & not shrink from the commitment required to get to the top... pic.twitter.com/EYPp677AjU
— anand mahindra (@anandmahindra) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement