અનંત અંબાણી આશરે અડધો કલાક સિદ્ધિ વિનાયક મંદિરમાં રહ્યો હતો. એ દરમિયાન તેણે પોતે પણ પૂજા કરી હતી. અંબાણી પરિવાર ધાર્મિક છે અને સતત મંદિરોમાં જોવા મળે છે. આ પરિવારમાં અનંત સૌથી ધાર્મિક છે. આ પહેલાં પણ તે સોમનાથ, દ્વારકા અને શિરડી સાઇ બાબા મંદિરમાં પૂજા કરતો નજરે પડ્યો હતો.
2/5
3/5
અનંત અંબાણી અને આઈપીએલની ટ્રોફી સાથે પોલીસની એક ટુકડી પણ મંદિરમાં હાજર રખાઈ હતી કે જેથી કશું અનિચ્છનિય ના બને. અનંત અંબાણીએ થોડી વાર માટે ટ્રોફી ગણપતિ બપ્પાના ચરણોમાં રાખી હતી અને પોતે પ્રાર્થના પણ કરી હતી. મંદિરના પૂજારીઓએ ટ્રોફીને તિલક લગાવી અનંતને આશીર્વાદ આપ્યા હતા.
4/5
અંબાણીએ માનતા રાખી હતી કે આઇપીએલ ટ્રોફી મુંબઇ ઇન્ડિયન્સ ટીમ જીતશે તો તે ગણપતિ બપ્પાના દરબારમાં ટ્રોફી લઇ આશીર્વાદ લેવા પહોચશે. મુંબઇ ઇન્ડિયન્સ ત્રીજી વખત આઇપીએલ ટ્રોફી જીત્યું છે ત્યારે અનંત અંબાણી ચાલતો ગણપતિ બપ્પાના દરબારમાં ટ્રોફી સાથે પહોંચી ગયો હતો અને આશિર્વાદ લીધા હતા.