શોધખોળ કરો
Advertisement
મેચ શરૂ થાય તે પહેલાં જ મેદાનમાં જોવા મળ્યો સાપ, સાપ બહાર કાઢવા શું કરાયું? જાણો વિગત
ગ્રાઉન્ડમાં સાપ જોવા મળતાં ખેલાડીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક સાપને પકડવા માટે સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો.
સોમવારે રણજી ટ્રોફીમાં આંધ્રપ્રદેશ અને વિદર્ભ વચ્ચે મેચ પહેલા વિચિત્ર ઘટના સર્જાઈ હતી. મેદાન પર અચાનક એક સાપ જોવા મળ્યો હતો. ત્યારે દિવસની શરૂઆત થઈ ન હતી પરંતુ ખેલાડીઓ પોતાની ફિલ્ડિંગ પોઝિશન પર પહોંચી ગયા હતા. સાપના કારણે મેચ મોડી ચાલુ કરવામાં આવી હતી.
આ ઘટનાનો વીડિયો બીસીસીઆઈ ડોમેસ્ટિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, સાપે મેચ રોકી. મેદાન પર એક મહેમાન હતો જેના લીધે મેચ મોડી ચાલુ કરવામાં આવી હતી. વીડિયોમાં ગ્રાઉન્ડ સ્ટાફ સાપને પકડવાની કોશિશ કરતાં જોવા મળ્યાં હતાં.
આ મેચ આંધ્રપ્રદેશના વિજયવાડાના મુલાપાડુમાં રમાઈ રહી છે. ગ્રાઉન્ડમાં સાપ જોવા મળતાં ખેલાડીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક સાપને પકડવા માટે સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો.SNAKE STOPS PLAY! There was a visitor on the field to delay the start of the match.
— BCCI Domestic (@BCCIdomestic) December 9, 2019
Follow it live - https://t.co/MrXmWO1GFo#APvVID @paytm #RanjiTrophy pic.twitter.com/1GptRSyUHq
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સુરત
ગુજરાત
રાજકોટ
Advertisement