શોધખોળ કરો
મેચ ફિક્સિંગને લઈને પાક ક્રિકેટર શોએબ અખ્તરનો મોટો ખૂલાસો, જાણો શુ કહ્યું

કરાચી: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દાવો કર્યો છે કે 1996 દરમિયાન મેચ ફિક્સિંગ ચરમસીમા પર હતું. તેણે જણાવ્યું કે તે સમયે ડ્રેસિંગ રૂમનો માહોલ રમત માટે એકદમ અનૂકુળ ન હતો. અખ્તરે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે મારો વિશ્ર્વાસ કરો, તે સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ક્રિકેટ સિવાય એટલી ચર્ચાઓ થતી કે રમત પર ધ્યાન આપવું મુશ્કેલ હતું. તે સમયનો માહોલ ખૂબ જ ખરાબ હતો. વિવાદિત પૂર્વ ફાસ્ટ બોલરનું નિવેદન એવા સમયે સામે આવ્યું જ્યારે બે દિવસ પહેલા જ પાકના બે પૂર્વ ખેલાડીઓ જાવેદ મિયાદાદ અને શાહીદ આફ્રીદી વચ્ચે પાક ક્રિકેટ મેચ ફિક્સિંગ આરોપનો ઝઘડો શાંત થયો છે. ત્રીજા પક્ષ દ્વારા સમાધાન બાદ મિયાદાદે આફ્રીદી પર મેચ ફિક્સિંગનો આરોપ પાછો ખેંચી લીધો છે. આ પહેલા મિયાંદાદે દાવો કર્યો હતો કે મે આફ્રીદીને મેચ ફિક્સિંગ કરતા પકડ્યો હતો. આફ્રીદીએ મિયાંદાદને ધમકી આપી હતી કે જો તે આરોપ પાછો નહી ખેંચે તો તો તેના પર કાનૂની કાર્યવાહી કરવામા આવશે. ‘રાવલપિંડી એક્સપ્રેસ’ના નામથી પ્રખ્યાત અખ્તરે બંને વચ્ચેના ઝધડામાં સમાધાન થતા ખૂશી વ્યક્ત કરી હતી. અખ્તરે કહ્યું આ મામલો કોર્ટમાં ગયો હોત તો ધણા લોકોના નામ બહાર આવવાની શક્યતા હતી.
વધુ વાંચો





















