શોધખોળ કરો
ગુજરાત પર ભારે પડ્યો સચિનનો દીકરો અર્જુન તેંડુલકર, જાણો વિગત
1/4

નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે હવે તેની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે. શ્રીલંકામાં ભારત વતી અંડર-19ની ટીમમાં રમતી વખતે તેણે પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. જે બાદ તેણે ફરી એક વખત તેનું કૌવત દર્શાવ્યું હતું.
2/4

વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત સામે તેણે કાતિલ બોલિંગ કરતાં માત્ર 30 રનમાં જ 5 વિકેટ ઝડપી હતી. જેના કારણે મુંબઈનો 9 વિકેટે વિજય થયો હતો. અર્જુનના સ્પેલના કારણે ગુજરાતની ટીમ માત્ર 142 રનમાં જ ખખડી ગઈ હતી. અર્જુને વર્ઝમાન શાહ (0 રન), પ્રિયેશ (1 રન), એલએમ કોચર (8 રન), જયમીત પટેલ (2 રન) અને ધ્રુવાંગ પટેલ ( 6 રન)ની વિકેટ ઝડપી હતી.
Published at : 07 Oct 2018 02:56 PM (IST)
View More




















