આ પહેલા એશિયા કપની બીજી મેચમાં આજે હોંગકોંગે પાકિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હોંગકોંગની ટીમ 37.1 ઓવરમાં 116 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હોંગકોંગ તરફથી અઝિઝ ખાને સર્વાધિક 27 રન બનાવ્યા હતા. કેડી શાહે 26 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સર્વાધિક 3 વિકેટ લીધી હતી. તેણે એક જ ઓવરમાં આ ત્રણેય વિકેટ ઝડપી હતી. હસન અલી અને શબદ ખાનને 2-2 સફળતા મળી હતી.
2/3
દુબઈઃ એશિયા કપની બીજી મેચમાં પાકિસ્તાને હોંગકોંગને 8 વિકેટથી હાર આપી મેચ સરળતાથી જીતી લીધી હતી. હોંગકોંગે મેચ જીતવા આપેલો 117 રનનો ટાર્ગેટ પાકિસ્તાને 23.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ હકે સર્વાધિક અણનમ 50 રન બનાવ્યા હતા. હોંગકોંગ વતી એહસાન ખાને 2 વિકેટ લીધી હતી.
3/3
મેચની ઈંગ્લિશ કોમેન્ટ્રી Star Sports 1 અને Star Sports 1 HD પરથી થશે. જ્યારે Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. હોટસ્ટાર પરથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે.