દેશ-વિદેશના અનેક બુકીઓ દુબઈ પહોંચી ગયા છે અને ત્યાંથી સટ્ટા કારોબાર ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 500થી600 કરોડનો સટ્ટો લાગી ચુક્યો છે. મેચ શરૂ થવા સુધીમાં આંકડો 1000 કરોડને પાર કરી જશે તેમ માનવામાં આવે છે. હાર-જીત ઉપરાંત બેટ્સમેન, બોલિંગ, સદી, અડધી સદી, ટીમના સ્કોર અને ટોસ પર પણ સટ્ટો લાગી રહ્યો છે.
2/4
સૂત્રોના જણાવ્યા મુજબ સટ્ટા બજારમાં ભારત પર 70 પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન પર 1.30 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં જે ટીમની જીતવાની શક્યતા વધારે હોય તેનો ભાવ ઓછો હોય છે.
3/4
નવી દિલ્હીઃ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે એશિયાના બે કટ્ટર હરિફો ભારત-પાકિસ્તાનનો મુકાબલો થશે. ટીમ ઈન્ડિયા પાસે એશિયા કપમાં જેવી શરૂઆતની ધારણા રાખવામાં આવી હતી તેવી થઈ હતી. મંગળારે ભારતે હોંગકોંગ સામે જીત મેળવવા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. વિરોધી ટીમે પહેલા ભારતીય બેટ્સમેનોનો કાબુમાં રાખ્યા અને તે પછી બેટિંગમાં બંને ઓપનર્સે ભારતીય ટીમમાં ખળભળાટ મચાવી દીધો હતો.
4/4
હોંગકોંગ જેવી નબળી ટીમ સામે ટીમ ઈન્ડિયાના આવા પ્રદર્શન બાદ ભારતનો ભાવ ઘટી ગયો છે. એશિયા કપની સૌથી મોટી ટક્કર માટે સટ્ટા બજારમાં પણ હલચલ વધી ગઈ છે. મોટાભાગના બુકીઓ મેચ જીતવા પાકિસ્તાનને હોટ ફેવરીટ ગણી રહ્યા છે.