ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલ અને શાર્દૂલ ઠાકુરને પણ ઇજાના કારણે બહાર થવાનો વારો આવ્યો છે. અક્ષરની જગ્યાએ રવિન્દ્ર જાડેજા, જ્યારે શાર્દૂલ ઠાકુરની જગ્યાએ સિદ્ધાર્થ કૌલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
2/5
રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા કમરના ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે, જ્યારે હોંગકોંગ અને પાકિસ્તાન વિરુદ્ધ સતત બે દિવસ મેચ રમ્યા બાદ ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. માહિતી પ્રમાણે ડાબોડી સ્પિનર ખલીલ અહેમદને ભુવીની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.
3/5
ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાનો સિલસિલો ચાલુ થયો છે, ત્યારે ટીમમાં કોની જગ્યાએ કોને તક મળી શકે છે તે જોવાનું રહ્યું.
4/5
જોકે, હાર્દિકની જગ્યાએ ટીમમાં કોણ હશે તે સ્પષ્ટ થયું નથી. કહેવાઇ રહ્યુ છે કે પંડ્યાના બદલે દીપક ચાહરને તક મળી શકે છે.
5/5
નવી દિલ્હીઃ પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારત આજે સુપર-4ની પોતાની પહેલી મેચ રમવા બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. જોકે, ભારતીય ટીમ પહેલાથી જ સ્ટ્રૉન્ગ છે, પણ સૌથી મોટી ચિંતા ટીમ સંયોજનની છે.