શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ, બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં જીત્યો ગોલ્ડ મેડલ
જકાર્તાઃ 18મી એશિયન ગેમ્સમાં પહેલવાન બજરંગ પૂનિયાએ ભારને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. રવિવારે ગેમ્સના પ્રથમ દિવસે પુરુષોના 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધાની ફાઇનલમાં તેણે જાપાનના તાકાતાની દાયચીને રોમાચંક મુકાબલામાં 3-1થી હાર આપી હતી.
સેમી ફાઇનલમાં બજરંગે મોંગોલિયાની બાટમગનાઈ બેટચુલુનને 10-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બજરંગે ઇંચિયોન 2014માં રમાયેલી એશિયન રમતોત્સવમાં રજત પદક તેના નામે કર્યો હતો.
આ પહેલા એશિયન ગેમ્સ 2018માં ભારતે તેનો પ્રથમ મેડલ શૂટિંગમાં જીત્યો હતો. 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં ભારતીય જોડીએ 429.9નો સ્કોર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion